________________
બારીઓ છે. અહીં કોઇ મન-ગમતો શબ્દ સાંભળીને રખડવાં ચાલી જાય. અહીં કોઈ ગંધ આવે અને મન રખડવા ચાલ્યું જાય.
એટલે જ ચિંતકો મનને પારાની ઉપમા આપે છે. જેમ પારાને પકડી શકાતો નથી, એમ મનને પણ પકડી શકાતું નથી. (એટલે કે સ્થિર કરી શકાતું નથી.) પરંતુ મનને પારા જેવું કે પવન જેવું ચંચળ માની લીધા પછી હતાશ થવાની જરૂર નથી, પ્રયત્ન જો સમજણ ભર્યો થાય તો પારો પણ પકડી શકાય છે અને પવન પણ પકડી શકાય છે. જેમ તાવ માપવા માટેનું થર્મોમીટર, જેમાં પારો કેદ થયેલો છે, અને ફુલાવેલા ફુગ્ગામાં પવન (હવા) કેદ થયેલી છે. બસ આ જ રીતે મન પણ સમ્યક ઉપાયો દ્વારા પકડી શકાય છે, સ્થિર કરી શકાય છે. જ્ઞાનવિમલસૂરિજીએ લખ્યું છે કે, પ્રભુ ગુણગણ સાંકળશું બાંધ્યું - ચંચળ ચિત્તડુ તાણી રે” હા... મનને સ્થિર કરવું મુશ્કેલ છે પરંતુ અશક્ય તો નથી જ. - કાચીંડો કુદરતી રીતે સાત રંગ બદલી શકે છે જ્યારે મન તો અનેક વિષયો પળવારમાં બદલી શકે છે. હમણા સુધી યોગમાં રહેલું મન પળવારમાં ભોગ ભોગવવા પહોંચાડે છે.
પાંચ ઇંદ્રિયો માનવીમાં વિકાર જગાવે છે અને મન એને આંધળો બનાવીને દોડાવે છે. | મન ક્રોધી સામે ક્રોધ કરવા તૈયાર થઈ જાય છે, લુચ્ચા સામે મન લુચ્ચાઈ કરવા તૈયાર થઈ જાય છે પરંતુ આ જ મન દાનવીરને જોઈને દાન આપવા જલ્દીથી તૈયાર થતું નથી, વિનમ્રને જોઈને આ જ મન નમ્ર બનવા તૈયાર થતું નથી કારણકે મન બદમાશ છે. મન ઉપર ગલત પરિબળોની અસર જલ્દી થાય છે. અને માટે જ મનને જીતવા, મનને ઘડવા, મનને નિર્મળ કરવાં પુરુષાર્થ સાધના કરવી જોઇએ.
(34