________________
ઉતારવાની નથી. (૪) ક્રિયા માટે જિજ્ઞાસા
હોવી જોઈએ. અને (૫) ક્રિયાનું જ્ઞાન મેળવવું જોઈએ. આમ સમજીને ધર્મક્રિયા કરીએ તો તે અમૃતમય બને અને આત્માનું સાચુ કલ્યાણ કરે છે તે વિચારવું જોઈએ. અને પછી એને સારા માર્ગે વળાંક આપવો જોઈએ. જો વળાંક ન આપી શકીએ તો આપણે મનનાં ગુલામ છીએ.
મનના ગુલામ લોકો સતત દુ:ખી રહે છે. ઇન્દ્રિયોનું શરણ એ દુઃખનો માર્ગ તો છે જ. સાથે વિનાશનો પણ માર્ગ છે. માણસ પૌષ્ટિક પરંતુ ભક્ષ્ય (એટલે કે અભક્ષ્ય નહીં.) એવું ભોજન કરે તો એ ચાલે પણ જીભને વશ થઇને ભોજન પાછળ ઘેલો બને તે ખોટું છે.
મન પર નિયંત્રણમાં રાખવા માટે ધ્યાન એક અદૂભૂત આલંબન છે. ધ્યાન એટલે પરિપૂર્ણ જાગૃતિ. અંદરનો એક પણ ભાવ, વિચાર કે શરીરની એક પણ ક્રિયા બેહોશીમાં ન થવી જોઇએ. જે કાંઇ થાય તેની સામે સજાગ રહીને પસંદગી રહિત રીતે જોયા કરવું એનું નામ ધ્યાન છે. | સાદી ભાષામાં કહીએ તો વર્તમાનમાં જીવો એ જ મેડીટેશન છે. મનન બદલાય એ અધ્યાત્મ છે.
આપણે જ આપણાં મનના માલિક છીએ. એના બદલે આપણે મનનાં ગુલામ થઇ ગયા છીએ. આપણા ઇશારે મન ચાલવું જોઈએ. એનાં બદલે મનનાં ઇશારે આપણે ચાલીએ છીએ. આ જ આપણાં મનની ગુલામી. ઘણા લોકો નવકારવાળી લઇને બેસે અને મન બીજા વિચારોમાં ચઢી જાય. અત્યારે અહીં બેઠાં હોય પ્રવચનમાં અને કોઇ પોતાની Job પર જઇ આવે (મનથી). કોઇ T.V. ની સીરીયલનો Flash back જોઈ નાખે.
મનને રખડવાં જવા માટેની ઘણી
(33