________________
આ માટે ધ્યાન ખૂબજ જરૂરી છે. એમાં પણ ધ્યાનમાં જો આપણે
આપણામાં એટલે કે આત્મામાં રત થઈ જઈએ તો આત્મિક ધ્યાન કહેવાય અને જો આવું ધ્યાન પરમાત્મા પદ સુધી લઈ જાય તો તે ઉત્તમ ધ્યાન છે. (દા.ત. શુક્લધ્યાન)
ધ્યાન એ પરિવર્તનની પ્રક્રિયા છે. જો ધ્યાન કર્યા પછી આપણામાં પરિવર્તન ન થાય તો સમજવું કે ધ્યાનને બદલે કંઈક બીજુ ભળતું લઈને બેસી ગયા છીએ.
જીવનમાં જેટલા વિકલ્પો ઓછા તેટલું જીવન સરળ શાન્ત અને પ્રસન્ન. વિકલ્પ રહિત જીવન એ પણ ઉત્તમ ધ્યાન છે. એટલે કે સમભાવ રાખવો. સાદી ભાષામાં કહીએ તો ચાલશે - ફાવશે અને ભાવશે આવી મનોવૃત્તિ રાખીએ તો મન શાંત રહે અને ઝઘડો થાય
નહીં.
ધ્યાનમાં લીન થવાથી પરમાત્મા સુધી પહોંચી શકાય છે. પોતાની જાત (આત્મા) સાથે રહો તે ધ્યાન અને બીજાની સાથે રહો તે વિચાર.
આપણે પોતાની સાથે રહીશું ત્યારે ધ્યાનમાં લીન થઈ શકીશું. પરંતુ બીજાની સાથે રહેવાના સમયે ખોટા વિચારો આવશે. બીજાના વિચારોથી બચવાની કળા પણ શીખવી જોઈએ.
અત્યારના પ્રવર્તમાન ધ્યાનો મોટે ભાગે મનોવૈજ્ઞાનિક ઉપચાર જેવા છે. તેનાથી મનને થોડોક સમય વિશ્રામ મળે છે, પણ તેને ધ્યાન કહી શકાય નહીં. ખરું ધ્યાન તો આત્માના ઉધ્વરોહણનું ચરમશિખર છે.
સામૂહિક રીતે કરાતા ધ્યાનમાં ધ્યાનના વિષયનો કદાચ થોડોક ઈશારો મળે પરંતુ ધ્યાન મોટે ભાગે વૈયક્તિક કરવાનું હોય
(35)