________________
પ્રાસંગિઠ નિવેદ016
પ્રથમ આવૃત્તિ પ્રસ્તુત પુસ્તકમાં મનને શાંત રાખવાની વાત છે. આજે ધર્મ સૌ કરે છે પરંતુ કષાયોને કારણે, મન શાંત રહેતું નથી તેથી આત્મકલ્યાણ થવાને બદલે માત્ર પાપાનુબંધી પુણ્ય બંધાય છે. અત્યારના વર્તમાન કાળમાં તપ અને દાનનો ઘણો મહિમા છે. પરંતુ શીલ અને ભાવ તેમાં ઓછા દેખાય છે. ધર્મ કરવાથી પ્રસન્નતા જે મળવી જોઈએ તે લગભગ દેખાતી નથી. સંવરના સ્થાનમાં પણ લોકો આશ્રવ એટલે કે કર્મ બાંધીને આવે છે. જો ધર્મમાં પ્રસન્નતા લાવવી હોય તો મનમાં શુભ ભાવ આવવો જોઈએ અને માટે મનને નિયંત્રિત કરવું જોઈએ મન પર ચોકી રાખવી જોઈએ અને કષાયોના જોરને પાતળું પાડવું જોઈએ.
આત્મા એ શુદ્ધ સ્વરૂપ છે માટે આત્મામાં સ્થિર રહો એવી ઉંચી તાત્ત્વિક વાત કરવાને બદલે વર્તમાન જીવનમાં લોકોના હૃદયમાં અજંપો છે તે દૂર થાય, જીવન નંદનવન જેવું બને અને જે કોઈ જીવનમાં ધર્મ થાય તે આત્મકલ્યાણકારી બને તે ભાવનાથી આવો રોજીંદો જરૂરી વિષય લીધો છે. શક્ય હોય ત્યાં સુધી ખૂબ જ વ્યવહારિક રીતે અને દરેક માણસને સમજ પડી શકે, અને જીવનમાં ઉતારી શકે એવી શૈલીથી લખેલ છે. દરેક પ્રકરણમાં વિષયને અનુરૂપ હિતશિક્ષા પણ આપેલ છે.
- સૌ પ્રથમ જે જે ગ્રંથોનો આધાર લીધો છે તે શાસ્ત્રવેત્તા અને આચાર્ય ભગવંતોનો અને લેખકો સૌનો હું ઋણી છું