________________
આ લેખન દેવ-ગુરુની કૃપા વગર શક્ય જ નથી.
આચાર્યદેવેશ શ્રી મવિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ના શિષ્ય પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણયશસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. લિખિત “ઝાણું” પુસ્તક ઉપર સંપૂર્ણ આધારિત છે. એટલું જ નહીં પરંતુ ગચ્છની તથા શાસનની અનેક જવાબદારીઓ વચ્ચે પણ આ લખાણ માટે પૂજ્ય સાહેબજીએ સંપૂર્ણ માર્ગદર્શન આપેલ છે. સન્માર્ગ પ્રકાશન ટ્રસ્ટ તથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મને “ઝાણં' પુસ્તકનો સંપૂર્ણ આધાર લેવાની પરવાનગી આપી તે બદલ તેઓનો પણ ઋણી છું. - પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી કિર્તિયશસૂરીશ્વરજી મ. સા.નો આ સિવાય પણ મારા ઉપર ઘણો ઉપકાર છે. જ્યારે ઈસ્વીસન ૨૦૦૧ની સાલમાં પ્રથમ વખત અમેરિકા જૈનધર્મના પ્રવચનો આપવા ગયેલો ત્યારે સાહેબજી મુંબઈમાં ચાતુર્માસાર્થે બિરાજમાન હતા. હું તેઓશ્રીને વંદન
કરવા ગયો અને મેં માર્ગદર્શન માંગ્યું તો
અમૂલ્ય સમય કાઢી તે ઓ એ વાત્સલ્યથી મને જિનાજ્ઞા મુજબ માર્ગદર્શન આપ્યું. મને હજુ પણ યાદ છે કે તેઓશ્રીએ ભારપૂર્વક કહેલ કે જિનાજ્ઞા વિરૂદ્ધ કંઇ ન બોલશો. તમારા ઘરનું કશું જ ન કહેશો. તમારા આચાર એક
18