________________
અનાથ બનાવે છે. જેમકે ઉનાળામાં એ.સી.માં રહેતો માનવ તેના અભાવે અનાથ બાળકની જેમ મુંઝાય છે. માનવનું મન ક્લેશિત બને છે, આમ અનેક રીતે મુંઝાતું મન કષાયોને આધીન બને છે. એવા નબળા મનનો માનવ ક્રોધાદિ અપધ્યાનને આધિન થઈ જીવન હારી જાય છે. તેમ અન્ય કષાયોના આર્તધ્યાનથી પીડાઇ દુઃખી થાય છે. તેનો ચિતાર લેખકે દષ્ટાંતો દ્વારા સચોટ રીતે વર્ણવ્યો છે. જે વિચારકને કષાય મુક્ત થવાની પ્રેરણા આપે છે. માટે સૌ આ લેખનને આવકારજો તેમાં જ શ્રેય
છે.
નૌતમભાઇ આરાધક છે. જિનવાણીના ચાહક છે. તેમણે સ્વ-પર શ્રેયાર્થે પ્રવચન, લેખન, ભક્તિ જેવા અનુષ્ઠાનો કર્યા છે. તેને આવકારજો.
નૌતમભાઇમાં રહેલી આ સાત્ત્વિક અને તાત્વિક શક્તિ વિકસતી રહે તેઓ પૂર્ણ આત્માર્થ પામે તેવી મંગલ ભાવના કરતા આનંદ અનુભવું છું.
- સુનંદાબહેન વોહોરા
શુભાશીષ
16