________________
સામે રાખીને મેં ખૂબ જ સરળ અને સુગમરીતે ટ્રસ્ટો ચાલી શકે તેનું સમજણ આપતું એક “ચેરીટેબલ ટ્રસ્ટોને માર્ગદર્શન’ નામનું પુસ્તક પ્રકાશિત કરેલ. જેની જૈન સમાજમાં બહુમૂલ્ય તરીકે નોંધ લેવાયેલ છે. - આજે જે કંઇ પણ મેં પ્રાપ્ત કરેલ છે તેમાં મારા કુટુંબનો બહુ મોટો ફાળો છે. મારા ધર્મપત્ની નીતાબહેનનો દરેક કાર્યમાં ખૂબ જ ઉત્સાહિત અને હકારાત્મક સાથ રહ્યો છે. તો સાથે સાથે મારા બે દીકરાઓ મનન અને જૈનીક મારી દરેક આજ્ઞાઓને શિરોમાન્ય ગણી આજ્ઞાંકિત પુત્ર તરીકે મારા હૃદયમાં સ્થાન મેળવેલ છે. તો બંન્ને પુત્રવધૂઓ અ. સૌ. કામીની અને અ.સૌ. રિમાએ પણ બીયાસણા-ત્રિકાળ પૂજા-સ્વાધ્યાયસામાયિક વગેરેમાં હંમેશા મને અનુકુળ થઇ દરેક સગવડતાઓ સાચવીને મારા શ્રાવકજીવનને દીપાવવામાં અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
મારાથી જો કંઇ જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ અને વાંચક વર્ગ મારું આ પ્રત્યે જરૂરથી ધ્યાન દોરે તેવી વિનંતી.
અંતમાં સૌ કોઇ આ પુસ્તકના માધ્યમે ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયો ઉપર અંકુશ મેળવી મોક્ષસુખ પામો એ જ એક મંગલમનીષા.
- નોતમભાઈ વકીલ
13
AG