________________
મારા જીવનનું એક સ્વપ્ન હતું કે હું એક સુંદર જિનમંદિરનું નિર્માણ કરાવવું અને માતા-પિતા-દેવ-ગુરુના આશીર્વાદથી અમદાવાદમાં સુરભિતવાટીકામાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબદ્ધ જિનમંદિરનું નિર્માણ કરવાનો મને એક સુઅવસર સાંપડવા સાથે સાથે એક પૌષધશાળા પણ બનાવી. આ શિખરબદ્ધ દેરાસરની પ્રતિષ્ઠા માટે પ. પૂ. આ. ભ. શ્રી ગુણશીલસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા મળી આ માટે સાહેબજીનો ઉપકાર માનું તેટલો ઓછો છે. જિનમંદિર નિર્માણ સમયે મારા મનમાં એક સંકલ્પ કરેલ કે દેરાસરનું બધું જ કામ જાતે જ કરવું. આજે આઠ વર્ષથી પૂજા કરવા આવતા શ્રાવકો સાથે કાજો કાઢવાથી લઇને કેસર-સુખડ ઘસવા, અંગલુંછણા, પ્રક્ષાલ સૌ સાથે મળીને દાદાની અલૌકિક ભક્તિ કરી રહ્યા છીએ. પૂજારી રાખેલ છે, પણ તેને ગભારામાં પ્રવેશવાની મનાઇ છે. આમ મારા જીવનનું આ પણ એક સ્વપ્ન પૂરું થવાથી પ્રભુ ઉપકાર જેટલો માનું તેટલો ઓછો છે.
આજે પણ અમેરિકા જેવા અનેક દેશોમાંથી પ્રવચન આપવા માટે અવાર-નવાર આગ્રહભરી વિનંતી અને આમંત્રણ પાઠવવામાં આવે છે. પરંતુ મારા આત્મકલ્યાણ માટે અને સાથે સાથે શ્રી સુમતિનાથ ભગવાનની દૈનિક પૂજા કરવાનો જે આત્મિક આનંદ પ્રાપ્ત થઇ રહ્યો છે તેની સામે બીજા કાર્યો મને ગૌણ લાગે છે. માટે હું નમ્રતાપૂર્વક આજે એ આમંત્રણોનો અસ્વીકાર કરી રહ્યો છું અને પ્રભુપૂજાદિ કાર્યોમાં સમય આપી વધુ ને વધુ લાભ લઇ રહ્યો છું. - ઘણી-ઘણી નામાંકિત સંસ્થામાં ટ્રસ્ટી તરીકેની સેવા આપી ટ્રસ્ટનું અનેક રીતે હીત જળવાય તેની મને સતત ચિંતા રહેતી. જૈન સંસ્થાઓની લાગણીને માન આપી અને મારા ચાર્ટડ એકાઉન્ટન્ટ વ્યવસાયના અનુભવે અને સંસ્થાના હિતને નજર
66.
12