________________
અભ્યાસ કર્યો. સતત પ્રવૃતિશીલ સ્વભાવના કારણે સવારની કોલેજમાં પ્રોફેસર તરીકે કામ શરૂ કર્યું. અને બાકીના સમયમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અભ્યાસ અને પ્રેક્ટીસ શરૂ કરી. પુણ્યના બળે સંપત્તિ પ્રાપ્ત કરવા સાથે સારી નામના પણ પ્રાપ્ત
કરી.
સમયની સંકડામણ અને અન્ય તકલીફની વચ્ચે પણ જ્યારે જ્યારે સમય મળતો ત્યારે પ્રભુદર્શન, વ્યાખ્યાનશ્રવણ, શાસનના કાર્યોમાં પૂરતો સમય ફાળવવા સાથે શ્રાવકજીવનના આદર્શોનું સુંદર પાલન કરી નિજાનંદ મેળવતો રહ્યો.
મારી યુવાવસ્થામાં પ.પૂ. આ. ભગવંત શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ. મોટા પંડિત મ.સા., પ. પૂ. આ. ભગવંત શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુદેવોના શુભ આશીર્વાદ અને જૈનધર્મ પ્રત્યેની સાચી સમજણ આપવાથી મારા જીવનમાં આજે પણ જૈનધર્મનો ચોળમજીઠની જેમ રંગ લાગેલ છે. ખરેખર મારા યુવાવસ્થાના જીવન પર એક દષ્ટિપાત કરતાં એવું લાગે છે કે જો આ પૂજ્યોનો મને સંયોગ ન સાંપડ્યો હોત તો હું આમાંનું કશું જ કરી શક્યો નહોત.
આ દરમ્યાન મારા ધર્મમાતા સમાન પૂ. સુનંદાબેન વહોરાનો એલીસબ્રીજ આયંબિલશાળામાં પરિચય થયો. તેઓશ્રીએ મારી ધર્મભાવના અને જૈનશાસન પ્રત્યેની નિષ્ઠા અને જીવનચર્યા જોઈને મને આશીર્વાદ આપવા સહ અમુક અગત્યની સૂચનાઓ આપી અમેરિકામાં જૈનધર્મ ઉપર પ્રવચન આપવા માટે ઉત્સાહિત કર્યો. અને આ મંગલયાત્રા ૧૧ વર્ષ અમેરિકાના જુદા-જુદા ૩૬ શહેરોમાં ચાલી.
YA
11
KES/