________________
મંગલ ભાવના
લગભગ બે દસકા પહેલા મને શ્રી નૌતમભાઇનો પરિચય આયંબિલશાળાના ફંડ નિમિત્તે થયો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રવચનકાર છે. તે સમયે મારી પરદેશની સત્સંગ યાત્રાઓ થતી, તે દરમ્યાન પીટસબર્ગના કેન્દ્રમાં પર્યુષણ પર્વની આરાધના માટે પ્રવચનકારની જરૂર હતી, મેં નૌતમભાઇને ફોન દ્વારા સમાચાર આપ્યા અને તેઓ તે માટે સંમત થયા. તે વર્ષે તેમણે પીટસબર્ગમાં પર્યુષણ પર્વની પ્રવચન દ્વારા આરાધના કરાવી, પછી તો તે ક્રમ લગભગ અગ્યાર વર્ષ રહ્યો. તેમણે ત્યાંના જનસમૂહની ઘણી ચાહના મેળવી.
મારી સાથે પણ સંપર્ક વધતો ગયો. હું કહેતી તમે તત્ત્વબોધનો અભ્યાસ વિશેષ પ્રકારે કરો. તેમાં સ્વ-પર શ્રેય છે, તે દરમ્યાન તેમણે તેમના ફાર્મ-હાઉસમાં જિનમંદિર અને ઉપાશ્રયનું આયોજન કર્યું. પતિ-પત્ની પુણ્યયોગે સરખી રૂચિવાળા હોવાથી આરાધના વૃદ્ધિ પામતી ગઇ.
ફાર્મ-હાઉસ નિર્મિત જિનમંદિરમાં તેમના ભક્તિયોગની વિશિષ્ટતાથી આજુ-બાજુના ભાવિકો લાભ લેતા થયા. પ્રસંગોપાત આજુબાજુ સ્નાત્રપૂજા જેવા શુભ પ્રસંગોમાં તેમનું યોગદાન થતું. પ્રસંગે સ્વાધ્યાય પણ તેઓ