________________ કષાયો કર્મનું સર્જન કરવાની તાકાત ધરાવે છે. જ્યારે કષાય વગરનું જીવન કર્મનું વિસર્જન કરવાની તાકાત ધરાવે છે. કષાયો દુર્ગતિનું સર્જન કરે છે જ્યારે કષાય વગરનું જીવન સદ્ગતિનું સર્જન કરે છે. કષાયો સંસારનું સર્જન કરવાની તાકાત ધરાવે છે જ્યારે કષાય વગરનું જીવન સંસારનું વિસર્જન કરવાની તાકાત ધરાવે છે. જયારે કષાયોમાં અશુભ અનુબંધો પાડવાની તાકાત છે. જ્યારે કષાય વગરના જીવનમાં શુભ અનુબંધો પાડવાની તાકાત ધરાવે છે. આમ ધર્મક્રિયા ઘણી કરી, એના કરતાં ધર્મક્રિયા કયા આશયથી કરી એટલે ભૌતિક સામગ્રી માટે ધર્મક્રિયા કરી કે કર્મ નિર્જરા કરવા માટે ધર્મક્રિયા કરી, તે જ રીતે ભાવથી કરી કે યંત્રવત્ કરી, આવું વિચારી ધર્મ, કર્મનિર્જરાના આશયથી શુભ ધ્યાનથી એટલે કે સારા ભાવથી કરીએ તો આપણું આત્મકલ્યાણ થાય. આત્મ ગુણસ્થાનકે ચઢે અને મોક્ષમાર્ગી બને માટે જીવનમાં કષાયો પાતળા પાડવા અત્યંત જરૂરી છે. 112