________________
સમાજની કમનસીબી એ છે કે સગાં દીકરા પ્રત્યે પણ સ્વાર્થ સિવાય સ્નેહ નથી. દીકરો પણ કામ લાગે તો નભાવે નહીંતર
અબોર્શન'. એક લાચાર જીવ હજુ ધરતીને જૂએ તે પહેલાં જ તેને ખત્મ કરી દેવો, આવું ઘોરાતીત ઘોર મહા-પાપ થઈ જ શકે કઈ રીતે ? આવાં પાપનાં વિચારો એ પણ દ્વેષ ધ્યાન, આગળ વધીને રૌદ્રધ્યાન સુધી લઈ જાય છે. જે જૈન કૂળમાં એકેન્દ્રિય જીવને ન મારતાં, તેઓ પણ મજેથી અબોર્શન કરાવતા થતાં થઈ ગયાં. ઘણાંને તો પાપનો પશ્ચાત્તાપ પણ નથી. આ કઠોરતા માત્ર સ્વાર્થીપણું અને સુખનાં અર્થીપણામાંથી જન્મે છે અને એમાંથી જ દ્વેષ ધ્યાન કહો કે અપ્રીતિ ધ્યાન પ્રગટે છે. આમ આપણાં જીવનમાં ક્યાં ક્યાં દ્વેષ ધ્યાન આવે છે તે સમજાઈ ગયું હોઈ તો પુરુષાર્થ કરી આ દુર્થાનમાંથી પણ છૂટવાં જેવું છે.
તકલીફમાં સાધના સારી ન થાય જરા અનુકૂતા હોય તો સાધના સારી થાય આવો મત ભગવાન મહાવીરનો નથી આવો મત ગૌતમ બુદ્ધનો છે.
સાધુઓ આપણને એમ જ સમજાવે છે કે અનુકૂળતામાં રાગ નહીં અને પ્રતિકુળતામાં દ્વેષ નહીં.
જેના રાગ-દ્વેષ મંદ પડે તેને જ સમકિત મળે.
આમ કષાયોને આ મનુષ્ય ભવમાં પાતળા પાડવા ભગીરથ પુરૂષાર્થ કરવો જોઈએ.
(111)