________________
સમજાવ્યું છે કે જે કાંઈ મિષ્ટાન્ન આપણા પેટમાં જાય છે તે વિષ્ટાનો પૂર્વ પર્યાય અને પશ્ચાદ પર્યાય પણ છે. એટલે કે, વિષ્ટા રૂપી ખાતરમાંથી અનાજ અને અનાજ પેટમાં જાય પછી વિષ્ટા - આટલું પણ સમજાઈ જાય તો કોઈ પદાર્થ ઉપર રાગ અને દ્વેષ ન થાય. આ માટે પુદ્ગલનાં પર્યાયનો ખ્યાલ આવે તો દુનિયાના કોઈ પણ પુદ્ગલ આપણાં શરીરને વિકૃત ન કરી શકે. આપણી ચિત્ત-વૃત્તિને યોગ્ય રીતે કેળવીએ તો કોઈ પણ પદાર્થ, વ્યક્તિ કે પરિસ્થિતિ આપણાં દુ:ખનું કારણ ન બની શકે.
આ તો શિયાળો આવ્યો અને ઠંડી પડે એટલે કહે કે બહું ઠંડી છે, ઉનાળામાં કહે કે બહુ ગરમી છે. પરંતુ પુદ્ગલનો ધર્મ સમજનાર તો સમજે કે આ તો કુદરતનો ક્રમ છે એમાં આટલી બધી હાય-વાય શું? આત્માને જેની સાથે લેવાં દેવાં ન હોય તેવી પરિસ્થિતિઓની ચર્ચા શું કરવાની ? અને એની મૂંઝવણ પણ શું રાખવાની ? આવાં વિકલ્પો કરવાં એ જ તો દુર્થાનનું મૂળ છે. સામાનો સ્વભાવ ગમે એવો હોય પરંતુ કર્મનો સિદ્ધાંતો જો આપણે પચાવ્યાં હોય તો કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને ક્યારે ય દુર્ભાવ ન થાય. - જે સાધક પોતાના મનને બીજા સાથે સેટ કરી ન શકે, તેને હંમેશા અપસેટ જ રહેવું પડતું હોય છે. એનાં કારણે ક્યાં તો રાગ-ધ્યાન કરીને મરવાનું ક્યાં તો દ્વેષ – ધ્યાન કરીને મરવાનું
માટે જ જ્ઞાની આ બંને દુર્ગાનથી દૂર રહેવાનું કહે છે.
(107