________________
અહીંયા પ્રવચનમાં પણ કોઈ અણગમતી વ્યક્તિ તમારી બાજુમાં આવી ને બેસી જાય તો મનમાં ક્યુ ધ્યાન ચાલે ? બ્રેષ ધ્યાન જ ચાલે ને ? અને કોઈ મન-ગમતી વ્યક્તિ સાથે બાજુમાં બેસવાનું આવે તો આનંદ આવે ને ? અને રાગધ્યાન ચાલું ને ? પરંતુ બાજુની વ્યક્તિ કરતાં એ વિચારો કે આત્માનો ઘાત કરે તેવી દુઃખદ પરિસ્થિતિ મનમાં આવવા ન દેવી. એ જ રીતે આત્માનો ઘાત કરે એવી સુખદ પરિસ્થિતિ પણ મનમાં આવવાં ન દેવી.
| દુ:ખદ કે સુ:ખદ કોઈ પણ પરિસ્થિતિનો સહજ ભાવે સ્વીકાર કરવો એટલે કે આત્મઘાતક ન બને તેનું ધ્યાન રાખવું. તે સાધનાનું એક અંગ બને છે. કોઈ વ્યક્તિ આપણી સાથે નબળું વર્તન કરે તેની ઉપર પણ દ્વેષ કરવાનો નથી. તો પછી વડીલ કે ગુરુ ઉપર તો ક્યારે ય દ્વેષ કરવાનો ન હોય. આપણી ભૂલ હોય અને વડીલ કે ગુરુ, સારણાં, વારણાં ચોયણાં કે પડિચોયણાથી સુધારવાનો પ્રયત્ન કરે તો આપણાંથી દ્વેષ જ ન થાય દર્શનમોહનીય કર્મ તીવ્ર હોય તો જ દ્વેષ થઈ જાય. કોઈ
વ્યક્તિની કાયાથી પાપ કરવાની ત્રેવડ ન હોય પણ મનથી દુર્બાન કરી કરીને મોટા ભાગનાં જીવો કર્મબંધ કરે છે. શાસ્ત્રમાં
108)