________________
છે, જ્ઞાનીઓ કહે છે બોલો આમાં શું મોહ કરવા જેવો છે ? આ માટે ૧૯ મા તીર્થંકર મલ્લિનાથ ભગવાનનો દાખલો આપી શકાય.
છેલ્લા ભવમાં મલ્લિકુમારીએ સ્ત્રી દેહે મનુષ્ય ભવ ધારણ કર્યો, રૂપ રૂપના અંબાર જેવી મલ્લિકુમારી માટે અનેક રાજાઓ લગ્ન કરવા ઉત્સુક હતા. પરંતુ મલ્લિકુમારીને તો આ સંસાર અસાર લાગતો હતો, દીક્ષા લેવી હતી. છ રાજાઓ તેને પરણવા માટે યુદ્ધ કરવા તૈયાર હતા. મલ્લિકુમારીએ પોતાના જેવું જ આબેહુબ સોનાનું પૂતળું બનાવ્યું, અંદર રોજ પોતે જે ખોરાક ખાય છે તે પૂતળામાં પધરાવે. ચાર દિવસ પછી રાજાઓને બોલાવી, પૂતળાનો મો નો ભાગ ખોલાવ્યો તો ભયંકર દુર્ગધ પ્રસરી.
મલ્લિકુમારીએ રાજાઓને સમજાવ્યું કે પુદ્ગલ પર્યાયનો ખ્યાલ કરો. શરીરની અસારતામાં આવો મોહ કરવા જેવો નથી.
આ માટે જ્ઞાનીઓએ સમજાવ્યું છે કે આ શરીરમાં નાખેલ મીઠાઈ પણ વિષ્ટા બની જાય છે અને આ શરીરમાં પધરાવેલું અમૃત પણ પેશાબ બની જાય છે. આગળ વધીને એમ પણ
106