________________
શાસ્ત્રીય સંગીત, આધ્યાત્મિક પ્રવચન વિગેરે જેને ગમે તેને મઝા પડે, ન ગમે તે માથું ખંજવાળે. - આ સુભાષિતનું તત્ત્વ હૃદયમાં ઉતારીને આપણે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર રાગ-દ્વેષ કરવા જેવો નથી. ખાવાની વસ્તુ પણ સારી હોય તો પ્રશંસા ન કરવી અને ખરાબ હોય તો નિંદા ન કરવી, એ માટે સમદષ્ટિ અને સમભાવમાં રહેતાં શીખવાનું છે.
આ સમભાવ રાખતા શીખવું હોય તો એવું વિચારો કે જગતના પદાર્થો વસ્તુઓ કે વ્યક્તિઓ પરિવર્તનશીલ છે અને ખુદ આપણે પણ પરિવર્તનશીલ છીએ એના કારણે એના પ્રત્યેના આપણાં રાગ અને દ્વેષ પણ પરિવર્તનશીલ છે માટે અનૂકુળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ જે છોડી શકે તે વ્યક્તિ માટે રાગ અને દ્વેષ છોડવો સહજ છે. જો આ રાગ દ્વેષ કાયમ છૂટે તો એ સિદ્ધિ છે, છેવટે પાતળા પડે તો પણ આ જીવન સાર્થક થાય.
- આપણી સૌથી નજીકનું આપણું પોતાનું શરીર છે શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતાની લાગણી સૌથી વધારે છે અને એમાંથી રાગ અને દ્વેષ પેદા થાય છે. આ રાગ અને દ્વેષથી છૂટવા માટે શરીરની અનર્થકારિતા સમજવી જોઈએ.
શરીરની રચના પણ જુઓ તો લોહી, માંસ, હાડકા, કફ, પિત્ત આ બધાથી ભરેલું
(105)