________________
આ દ્વેષ અંગેનો નિયમ પણ એકાંતિક નથી, આજે જે વ્યક્તિ કે વસ્તુઓ આપણને ગમે છે, તે જ વ્યક્તિ કે તે જ વસ્તુઓ, જો આપણો ભાવ બદલાય જાય તો અણગમતી થઈ જાય એમ બની શકે.
આજે જે સંયોગો નથી ગમતાં તે કાલે ગમતાં થઈ જાય તેમ પણ બને. આજે ન ભાવતી વસ્તુ કાલે ભાવતી થઈ જાય, આજે ન ગમતું વાતાવરણ કાલે ગમતું થઈ જાય એટલે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ જયારે અનુકૂળરૂપે વેદાય ત્યારે રાગ થાય છે અને પ્રતિકૂળરૂપે વેદાય ત્યારે દ્વેષ થાય છે. આ પ્રતિકૂળતાનાં દ્વેષનું કે આ દ્રષમાંથી પ્રગટતું ધ્યાન તે દ્વેષ ધ્યાન છે, એટલે એક સુભાષિતમાં કહ્યું છે કે, જગતમાં કોઈ પણ વસ્તુ સ્વભાવે સુંદર કે અસુંદર હોતી નથી,
જેને જે ગમે તેને માટે તે સુંદર છે, અને જેને જે અણગમતું હોય તેને માટે તે અસુંદર છે. દા.ત.
104