SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨ ४८३ અર્થ - ઠંડો પવન ઘણો વાય છે જેથી રાજારાણીને ઠંડી લાગશે. તેથી બઘા બારી બારણા બંધ કરી દઉં. એમ વિચારી રાજા રાણીના ઓરડાને છિદ્રરહિત કરી તે નોકર બહાર ચાલ્યો ગયો. ૧૧૧ાા રાજા, રાણી મરી ગયા-ખરીધૂપ-ધૂમ્ર લે પ્રાણ રે; ખરી. આયુ ક્ષય થાતાં બને ખરી. તૃણ પણ કારણ, જાણ રે. ખરી અર્થ - રાજા રાણી બન્ને રાત્રે ધૂપના ધૂમાડાથી મરી ગયા. ઓરડાને કોઈ છિદ્ર ન હોવાથી ધૂમાડો બહાર નીકળી શક્યો નહીં. જેથી ધૂમાડે બન્નેના પ્રાણ લીધા. જ્યારે આયુષ્ય ક્ષય થાય છે ત્યારે તૃણ પણ મરણનું કારણ બની શકે છે. /૧૧૨ાા મુનિદાને બાંધ્યું હતું-ખરી. આયુ-કર્મ યુગલિક રે; ખરી. ઉત્તરકુરુમાં ઊપજે-ખરી. બન્ને તે મંગલિક રે. ખરી અર્થ - વનમાં મુનિને ભાવપૂર્વક દાન આપવાથી યુગલિકનું આયુષ્ય બાંધ્યું હતું. તેથી ઉત્તરકુરુક્ષેત્રમાં બન્ને આ માંગલિક એટલે કલ્યાણ કરનાર જીવો યુગાલિઆરૂપે ઉત્પન્ન થયા. આ ઋષભ પ્રભુનો સાતમો ભવ છે. ||૧૧૩ાા. કલ્પવૃક્ષ આદિ સુખો-ખરી. ભોગવતા નિશ્ચિંત રે; ખરી. દઢઘર્મા-જીંવ સાથે છે-ખરીચારણ - લબ્ધિ - મંત રે. ખરી અર્થ - ત્યાં કલ્પવૃક્ષ આદિના સુખો ભોગવતાં નિશ્ચિતપણે રહે છે. હવે દઢઘર્માનો જીવ તે સાધુ થયેલ છે. તે ચારણલબ્ધિથી યુક્ત છે. II૧૧૪ સ્મરી સ્નેહ તે પૂર્વનો, ખરી. આવી દે ઉપદેશ રે ? ખરી “સમ્યગ્દર્શનના વિના ખરી પાત્રદાન-ફળ લેશ રે ખરી. અર્થ:- તે ચારણમુનિ દઢઘર્મા પૂર્વભવના સ્નેહને સ્મરી આ બન્ને યુગલિક પાસે આવીને ઉપદેશમાં એમ જણાવ્યું કે સમ્યગ્દર્શન વિના પાત્રદાનનું ફળ પણ લેશ એટલે થોડું જ મળે છે. ૧૧૫ના મુનિદાને સુખ પામિયા, ખરી શુદ્ધ ઘરો સમકિત રે; ખરી મોક્ષવૃક્ષનું બીજ તે-ખરી. શુદ્ધ પદાર્થ-પ્રતીત રે. ખરી અર્થ - તમે મુનિદાનથી આ યુગલિકના સુખને પામ્યા છો. પણ હવે શુદ્ધ સમકિતને ઘારણ કરો. શુદ્ધ પદાર્થ એટલે સર્વ કર્મ મળથી રહિત અને આ દેહથી પણ ભિન્ન એવા આત્માની તમે શ્રદ્ધા કરો. એ જ મોક્ષરૂપી વૃક્ષને ઉગાવવાનું બીજ છે. I૧૧૬ાા મહાબલ-મંત્રી હું હતો-ખરી. સ્વયંબુદ્ધ, છે યાદ રે? ખરી. જૈનધર્મ પામ્યા હતા-ખરીદેવ-ભવે પણ સાથ રે. ખરી અર્થ - તમે જે ભવમાં મહાબલ નામે રાજા હતા ત્યારે હું તમારો સ્વયંબુદ્ધ નામનો મંત્રી હતો. તે હવે યાદ છે? ત્યાં મંત્રીઓની ચર્ચાના અંતે તમે જૈનઘર્મ પામ્યા હતા. દેવના ભવમાં પણ આપણે સાથે હતા. ll૧૧થી ભોગ-વાસનાથી હતા-ખરી. ત્યારે ભાવ-મલિન રે; ખરી. ઘર વૈરાગ્ય ભવે હવે-ખરી બનો સ્વરૂપે લીન રે.” ખરી.
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy