________________
૪૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
નિજ નગરે પાછા વળ્યા; કાળ અચાનક પામી રે,
ઉત્તરકુરુમાં અવતરે, યુગલિક-સુખના સ્વામી રે. પ્રભુ અર્થ - હવે ઘનશેઠ પાછા પોતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે આવી પહોંચ્યા. કેટલેક કાળે આયુષ્ય અચાનક પૂરું થતાં કાળધર્મ પામ્યા. હવે ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલીઆરૂપે અવતાર પામી, યુગલિક સુખના સ્વામી થયા. ૩યા
મુનિ-સેવા-ફળ ભોગવે; કલ્પવૃક્ષ દશ જાતિ રે,
જે માગે તે આપતાં; અંતે સુરગતિ થાતી રે. પ્રભુ અર્થ - ત્યાં યુગલિઆની ભોગભૂમિમાં મુનિદાન તથા સેવાના પ્રભાવે દશ પ્રકારના કલ્પવૃક્ષને ભોગવનારા થયા. આ ઋષભદેવના જીવનો બીજો ભવ છે. ત્યાં યુગલીઆઓને ત્રીજા દિવસને છેડે ભોજ્ય પદાર્થની ઇચ્છા થાય. તેઓને બસો છપ્પન પાંસળીઓ હોય. તેઓ ત્રણ કોશના શરીરવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તથા અલ્પ કષાયવાળા હોય છે.
ત્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. તેમાં મદ્યાંગ નામના કલ્પવૃક્ષ મધ જેવો મીઠો પદાર્થ આપે છે, ભૃગાંગ નામના કલ્પવૃક્ષો પાત્ર આપે છે, તુર્યાગ નામના કલ્પવૃક્ષો વાજિંત્રો આપે, દીપશિખાંગ અને જ્યોતિષ્ઠાંગ કલ્પવૃક્ષો અભુત પ્રકાશ આપે, ચિત્રાંગ કલ્પવૃક્ષો પુષ્પમાળાઓ, ચિત્રરસ કલ્પવૃક્ષો ભોજન, મર્યંગ કલ્પવૃક્ષો આભૂષણ, ગેહાકાર કલ્પવૃક્ષો ઘર અને અનગ્ન નામના કલ્પવૃક્ષો દિવ્ય વસ્ત્રો આપે છે. ત્યાં બીજા પણ કલ્પવૃક્ષો સર્વ પ્રકારના ઇચ્છિતને આપનારા હોય છે. ત્યાંથી યુગલીઆનું આયુષ્ય પૂરું કરી ઘનશેઠનો જીવ સૌઘર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. [૩૪
સુર સૌઘર્મ વિષે થયા, સુર-સુખ પૂરાં થાતાં રે,
મહાવિદેહે અવતરે, શતબલ-સુત વિખ્યાતા રે. પ્રભુત્વ અર્થ - હવે ત્રીજા ભવમાં સૌથર્મ દેવલોકનાં સુખ ભોગવતાં આયુષ્ય પૂરું થયે પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં વૈતાદ્યપર્વતની ઉપર પ્રસિદ્ધ વિદ્યાધર શિરોમણિ શતબળ રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયા. //૩પી.
ગંથસમૃદ્ધિ નગરના વિદ્યાઘર-નૃપ-ઘામે રે,
મહાબલ નૃપ-કુમાર તે, નામ અનુપમ પામે રે. પ્રભુ અર્થ - ત્યાં ગંથસમૃદ્ધિ નામના નગરમાં, વિદ્યાધર રાજાના ઘરે આ પુત્ર મહાબળવાન હોવાથી મહાબલ રાજકુમાર એવું અનુપમ નામ પામ્યા. આ ઋષભદેવ ભગવાનના જીવનો ચોથો ભવ છે. [૩૬ાાં
શશી સમ સર્વ કળા ગ્રહે, લહે વૃક્ષ સમ વૃદ્ધિ રે,
વિનયવતી સાથે વર્યા; શતબલ ચહે સ્વ-સિદ્ધિ ૨. પ્રભુ અર્થ :- તે ચંદ્રમા સમાન સર્વ કળાથી યુક્ત થયા તથા વૃક્ષની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. યુવાન થતાં વિનયવતી સાથે લગ્ન થયા. હવે પિતા શતબલ પોતાના આત્માની સિદ્ધિ ઇચ્છવા લાગ્યા. ૩શા
એકાંતે એ ચિંતવે : “અશુચિભરી આ કાયા રે, વસ્ત્રાભૂષણ, ચામડી ભેલવે મન-ભ્રમ-છાયા રે. પ્રભુ