________________
(૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧
૪૫૧
અર્થ - હવે પ્રથમ દાન વિષે કહે છે :-જ્ઞાનદાન, અભયદાન, આહારદાન અને ઔષઘદાન આદિ દાનવડે જીવ ઉજ્જવલ કેવળજ્ઞાનને પામી મોક્ષસ્થાનમાં જઈ વિરાજે છે. ૧૬ાા
ઘર્મ-તત્ત્વ સમજાવીને મોક્ષમાર્ગમાં જોડે રે,
આત્મજ્ઞાનનું દાન આ દેતા મુનિવર કોડે રે. પ્રભુત્વ અર્થ - પ્રથમ જ્ઞાનદાન વિષે વાત કરે છે. જ્ઞાનીપુરુષો ઉત્તમ જીવોને ઘર્મ-તત્ત્વ સમજાવી મોક્ષમાર્ગમાં જોડે છે. આ આત્મજ્ઞાનનું દાન મુનિવરો સાચા ભાવપૂર્વક યોગ્ય જીવોને આપે છે. જેમકે ભગવાન મહાવીરથી બોઘ પામી પરમકૃપાળુદેવે ૫.પૂ.પ્રભુશ્રીજીને અને પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.શ્રી બ્રહ્મચારીજીને આત્મજ્ઞાનનું દાન આપ્યું. ૧ળા.
તેવી શક્તિ ના હોય તે શાસ્ત્રો દે, અનુમો રે,
જ્ઞાની-ગુણ વખાણતા ભક્તિ-ભાવ-પ્રમોદે રે. પ્રભુ અર્થ - જ્ઞાનદાન આપવાની શક્તિ ન હોય તો શાસ્ત્રનું દાન આપે. જેમ પરમકૃપાળુદેવે તેમના માતુશ્રી તથા ઘર્મપત્નીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજીને તેમજ પ.પૂ.દેવકરણજીને જ્ઞાનાર્ણવ અને કાર્તિકેયાનુંપ્રેક્ષાના હસ્તલિખિત ગ્રંથોનું દાન કરાવ્યું. તથા જ્ઞાનદાનની ટીપમાં પણ તેમના પૈસા લખાવ્યા. તેવી પણ શક્તિ ન હોય તો અનુમોદના કરે કે જે કોઈ જ્ઞાનદાન કરે છે તે બધું સારું કરે છે એમ મનમાં ભાવ કરે. જેના હૃદયમાં જ્ઞાન રહેલું છે એવા જ્ઞાનીપુરુષના ગુણોને ભક્તિભાવથી પ્રમોદ પામી વખાણતા પણ જીવને જ્ઞાનનો લાભ થાય છે. જ્ઞાનદાનથી પ્રાણી જીવાદિ તત્ત્વોને જાણી, પોતાનું હિતાહિત સમજી અંતે કેવળજ્ઞાન પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૮
ત્રિવિથ હિંસા જે તજે, અભય-દાન તે આપે રે,
પ્રાણ-નાશ, દુઃખ, ફ્લેશ એ ત્રિવિધ તાપ ઉત્થાપે રે. પ્રભુ અર્થ - હવે અભયદાનની વ્યાખ્યા કરે છે. જે ત્રિવિઘ એટલે મન, વચન, કાયાથી હિંસાનો ત્યાગ કરે છે તે જીવોને અભયદાન આપે છે. જેમકે કુમારપાળ રાજાએ પોતાના અઢાર દેશોમાં કોઈને મારવા નહીં એવો અમારી પડહ વગડાવ્યો હતો. મચ્છીમારોની જાળો લાવી બાળી નાખી હતી. તથા ઘોડાઓને પણ અણગળ પાણી પીવડાવતા નહોતા. એમ અભયદાન આપનાર જીવ, કોઈના પ્રાણનો નાશ કરવો, દુઃખ આપવું કે ક્લેશ કરવો એ ત્રિવિધ તાપાગ્નિને ઉખેડી બહાર ફેંકે છે. ૧૯ાા
અન્ન-દવાદિ દાનના પ્રકાર પાંચ ગણાતા રે :
ભાવ, કાળ, ગ્રાહકદશા, શુદ્ધ દેય ને દાતા રે. પ્રભુ અર્થ - અન્નદાન, ઔષથદાન, વસ્ત્રદાન, પાત્રદાન અને વસ્તીદાન એમ દાનના પાંચ પ્રકાર ગણાય છે. તે (૧) નિષ્કામ ભાવે દાન આપવું. (૨) યથાકાળ એટલે જે સમયે જેની જરૂર હોય તે આપવું. (૩) ગ્રાહકદશા એટલે સુપાત્રતા જોઈને આપવું. (૪) દેય એટલે દાન આપવાની વસ્તુ શુદ્ધ હોવી જોઈએ. અને (૫) દાતા એટલે દાન આપનાર રાજીખુશીથી આપનાર હોવો જોઈએ. ૨૦ણા
ન્યાયોપાર્જિત દેય દે, રહિત બેંતાળીસ દોષે રે, સુબુદ્ધિ દાતા હર્ષથી કૃતાર્થતા નિજ જોશે રે. પ્રભુ