________________
(૭) આત્મ-ભાવના
૪૪૧
અર્થ - તે આત્માનંદને સમ્યકદ્રષ્ટિ પુરુષો પોતાનો સ્વભાવ સમજે છે. અને વિભાવને કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલો ઔપાથિક ભાવ માને છે. તે આત્માનંદને દેહ, ઇન્દ્રિયો કે મન, જરાય જાણી શકે નહીં. તેથી આ દેહાદિને કદી પણ પોતાનું સ્વરૂપ માની શકાય નહીં. રણા
જાણી તજે કર્મ-વિપાક-દોષો, રહે સ્વભાવે તડેં રાગ-રોષો;
રાગાદિ ના તે પરમાણુ માત્ર ઉરે ઘરે ઇષ્ટ રૂપે સુપાત્ર. ૨૮ અર્થ - સમ્યકુદ્રષ્ટિ પુરુષો આ દેહ કુટુંબાદિને કર્મવિપાકના દોષોથી આવેલું ફળ જાણી, તેના પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરે છે. અને રાગદ્વેષના ભાવોને તજી સ્વભાવમાં મગ્ન રહે છે. તેવા સુપાત્ર સમ્યકુદ્રષ્ટિ જીવો રાગદ્વેષાદિ ભાવોને પરમાણુમાત્ર પણ ઇષ્ટ ગણીને હૃદયમાં સ્થાન આપતા નથી. ૨૮
આત્મા-અનાત્મા પણ ઓળખે ના, ગણાય સમ્યત્વ વિવેકી તે ના;
જ્ઞાની, મુનિ, કેવળી, શુદ્ધ નામે ગણાય આત્મા પરમાર્થ માન્ય. ૨૯ અર્થ - જે આત્મા અને અનાત્મા એટલે શરીરાદિ જડ પુદ્ગલના સ્વરૂપને પણ ઓળખે નહીં, તે સમ્યકુદ્રષ્ટિ પુરુષ ગણાય નહીં. તે વિવેકી પણ ગણાય નહીં. કારણ કે જડ-ચેતનના ભેદને જાણે તે જ ખરો વિવેકી છે. જ્ઞાની, મુનિ, કેવળી એ નામો પણ શુદ્ધપણે ક્યારે ગણાય કે જ્યારે તે આત્માઓ પરમાર્થ સમકિતને પામેલા હોય ત્યારે. રા.
તેમાં સ્વભાવે સ્થિતિ ઘારનારા મુનિ ભવાબ્ધિ તર તારનારા.
રાગાદિથી બંઘ, વિરાગતાથી મુકાય જીવો, જિન સર્વ સાક્ષી. ૩૦ અર્થ :- આત્મસ્વભાવમાં સ્થિતિ ઘારનારા મુનિ જ ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રથી તરે છે અને બીજાને પણ તારી શકે છે. રાગદ્વેષાદિ ભાવોથી જીવને કર્મબંઘ થાય છે. અને વિરક્તભાવથી જીવો કર્મથી મુકાય છે. આ વાતના સર્વ જિનેશ્વરો સાક્ષી છે; અર્થાત્ સર્વ જિનેશ્વરોનું એ જ કહેવું છે. પરમકૃપાળુદેવે પણ આત્મસિદ્ધિની સોમી ગાથામાં એ જ કહ્યું છે :
“રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષનો પંથ.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩િ૦ગા. જ્ઞાની ગણે ના પર વસ્તુ મારી, સ્વ સર્વ આત્મા જ, અસંગ ઘારી;
છેદાય તેથી પર વસ્તુ તોયે, બગાડ મારો ને જરાય હોય. ૩૧ હવે જ્ઞાની પુરુષોની આત્મભાવના કેવી હોય તે જણાવે છે :
અર્થ - સાચા આત્મજ્ઞાની પુરુષો શરીરાદિ પરવસ્તુને કદી પોતાની માનતા નથી. પોતાનો માત્ર એક આત્મા જ, જે સદા અસંગ સ્વભાવવાળો છે. તેથી પરવસ્તુ શરીરાદિ છેદાવાથી મારો જરાય બગાડ થતો નથી એમ માને છે. જેમ પ.પૂ.પ્રભુશ્રીજી કહે–ચકરી ચઢે, બેભાન થઈ જવાય પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. ૩૧ાા
ભેદાય દેહાદિ ભલે, ભણું ના–“મને પડે દુઃખ” મને ગણું ના;
ચોરાઈ જાયે ઘન સર્વ તોયે, “બધું ગયું મુંજ' ઉરે ન હોય. ૩૨ અર્થ - જ્ઞાની પુરુષો, દેહાદિ ભલે ભેદાઈ જાય તો પણ કોઈને કહે નહીં કે મને દુઃખ પડે છે. મન