SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૬) પારમાર્થિક સત્ય ૪૨૯ અર્થ :– એરંડાની ડાળીઓથી બનાવેલ મંડપને ઘાસના તરણાથી ઢાંકવા માટે એક એક તરણું ક્ષણે ક્ષણે તેના ઉપર નાખે. છેલ્લે તરણે જ્યારે એ વજન ન ખમી શકે ત્યારે તે મંડપ ભાંગી જાય. ।।૩૬।। તેમ અતિ અતિચારો સેવે નજીવા, જીવ પ્રમાદે, મહાવ્રતો પણ ભાંગે કી તો દુર્ગતિ-પથ તે સાથે, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે તો અમને ઉત્તરનારા. અર્થ :— તેમ જીવ પ્રમાદવશ નજીવા અતિચારો એટલે દોષો ઘણા સેવે તો તે કદી મહાવ્રતોને પણ ભાંગી દુર્ગતિના માર્ગે ચાલ્યો જાય.. માટે દેવામાતાના નંદન શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને ઘણા પ્યારા છે, કે જેમણે આ હડહડતા હુંડા અવસર્પિણી કાળમાં પણ અમને સાચો મોક્ષમાર્ગ બતાવી અમારો ઉદ્ઘાર કર્યો. ।।૩૭। અલ્પ શિથિલપણું પણ ત્યાગી, અત્યંત પુરુષાર્થ આદરી, જીવ જ્યારે સમ્યક્દર્શનને પામશે ત્યારે પારમાર્થિક સત્ય ભાષા બોલવાને તે યોગ્ય થશે. પ્રથમ વ્યવહાર સત્ય જીવનમાં આવ્યા પછી પરમાર્થ સત્ય આવશે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં ખુલાસા આપવામાં આવે છે, જે આત્માર્થીને હિતકારી છે. (૬) પારમાર્થિક સત્ય (રાગ ધનાશ્રી-ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે) * સદ્ગુરુના ગુણ તો ઘણા, સ્મરું પારમાર્થિક સત્ય હૈ, વંદન કરી ફરી ફરી કહું, મારે તો એની અગત્ય રે. સદ્દગુરુના ગુણ તો ઘણા. અર્થ :— ભાવશ્રમણ એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના ગુણો ઘણા છે. પણ તેમાંથી એમના પારમાર્થિક સત્ય ગુણની અત્રે સ્મૃતિ કરું છું. કેમકે મૂર્તિમાન સત્યસ્વરૂપ સદ્ગુરુના યોગે જીવની પરમાર્થ દૃષ્ટિ ખૂલીને સત્ય આત્મધર્મનું ભાન થાય છે, તેમને વારંવાર વંદન કરી કહું છું કે મારે આ પારમાર્થિક સત્યગુણની ઘણી અગત્ય એટલે જરૂર છે, તે આપના ઘણા ગુણોમાંથી મને આપવા કૃપા કરશો. IIII વસ્તુસ્વરૂપ યથાર્થ જે જાણી, અનુભવી બોલે રે, સત્ય ગણ્યું તે બોલવું; સત્ય બ્રહ્મ-રત્ન ખોલે રે. સદ્ગુરુના અર્થ :— વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણ્યું, અનુભવ્યું તેવું જ કહેવું તેને વ્યવહાર સત્ય કહ્યું છે. તે સત્ય બોલનાર, બ્રહ્મા એટલે આત્મારૂપી રત્નને પામી શકે છે. કેમકે “સાચામાં સમકિત વર્સજી, માયામાં મિથ્યાત્વ, રે પ્રાણી મ કરીશ માયા લગાર.” “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy