________________
(૯૫) અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ
૪૨ ૩
(૯૫)
અલ્પ શિથિલપણાથી મહા દોષના જન્મ
(વામાનંદન હો પ્રાણ થકી છો પ્યારા–એ રાગ)
*
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા,
આ કળિકાળે હો અમને ઉદ્ધરનારા. વંદન-વિધિ ના જાણું તો યે, ચરણે આવી વળગું; અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગું.
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. અર્થ - દેવમાતાના નંદન પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને બહુ પ્યારા છે. કેમકે આ ભયંકર કળિકાળમાં અમારા જેવા અનેક ભવ સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉદ્ધાર કરનાર એ જ છે. એવા પ્રભુને કેવા પ્રકારે વંદન કરવા તેની વિધિ હું જાણતો નથી. તો પણ ભક્તિવશ તેમના ચરણકમળમાં આવીને વળગું છું. માટે હે પ્રભુ! આપના ચરણકમળનો મને અચળ આશ્રય આપો; અર્થાત્ આપના શરણે જ રાખો. જેથી હું સદૈવ આપની આજ્ઞામાં રહી,મનને બીજે ક્યાંય જવા દઉં નહીં. ૧
અહો! શિખામણ આપે આપી, સદા સ્વરૅપ ભજવાની,
અલ્પ શિથિલપણું પણ ત્યાગી, ટંકોત્કીર્ણ થવાની. દેવા અર્થ - અહો! આપે અનંત કૃપાકરી અમને સદા “સહજાત્મ સ્વરૂપ” ભજવાની શિખામણ આપી. જે અમારો મૂળ સ્વભાવ હોવા છતાં અમે તેને ભુલી ગયા હતા. માટે હવે અલ્પ પણ શિથિલપણાને ત્યાગી, ટંકોત્કીર્ણ એટલે પત્થર પર ટાંકેલું જેમ ભુંસાય નહીં તેમ “સહજાત્મ સ્વરૂપ' મંત્રનું રટણ ચિત્તમાંથી ભુસાય નહીં; સદા સ્મરણમાં રહે એવી આજ્ઞા આપીને આપે અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. રા
(૧) લઘુશંકા સમ અલ્પ દોષથી ભવભ્રમણ અનુભવીને,
દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો, અનહદ દયા કરી એ. દેવા અર્થ :- લઘુશંકા સમાન અલ્પ દોષથી આપને અનેક ભવમાં ભ્રમણ કરવું પડ્યું. તેનો અનુભવ કરીને અલ્પ દોષ પણ જીવને કેટલું ભવ ભ્રમણ કરાવે એમ જણાવી, તે દુષ્ટ દોષને ઉઘાડો પાડી આપે અમારા ઉપર અનહદ દયા કરી છે. ૩
“પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો! અમૂલ્ય અવસર ભાળો,
વર્તમાનમાં માર્ગ અરે ! આ અનેક કંટકવાળો. દેવા. અર્થ - ઉત્તરસંડામાં સેવામાં રહેલ શ્રી મોતીલાલ ભાવસારને પરમકૃપાળુદેવે એકવાર જણાવ્યું કે, તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો! જ્ઞાનીનો યોગ હોવાથી અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે એમ જાણો. વર્તમાનમાં વીતરાગનો માર્ગ અનેક મતમતાંતરરૂપી કાંટાઓથી ભરેલો છે.
“તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં