________________
૫૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
છતાં આ કાવ્યમય ગ્રંથની રચના કરવાની આવી ચેષ્ટા મારાથી બની, તે માત્ર ગુરુગુણના સમૂહને જોઈ મારા અંતરમાં ઉત્પન્ન થયેલા ભક્તિરાગના પ્રતાપે છે. પરમકૃપાળુ પ્રભુની ભક્તિ જ બળાત્કારે એવી ચેષ્ટાઓ કરાવે છે.
ઘણી ઝીણી તોયે રજ પવનથી વ્યોમ વિચરે, બની મોટા મેઘો ઉદધિ-જળ વ્યોમે બહુ ફરે, રવિ-તેજે કેવા મનહર ઘરે રંગ ઘનુષે,
વળી વિદ્યુતે તે કરી રવ મહા વારિ વરસે. ૩ અર્થ - હવે ઉપરની ચેષ્ટાઓને દ્રષ્ટાંતથી પુષ્ટ કરે છે. ધૂળ ઘણી ઝીણી હોવાના કારણે તે નરમ થઈને પવનવડે વ્યોમ એટલે આકાશમાં વિહાર કરે છે. તેમજ સમુદ્રનું જળ ખારું હોવા છતાં તે વરાળરૂપે હલકું થઈ મોટા મેઘો એટલે વાદળારૂપે બની આકાશમાં ફરે છે. વર્ષાવ્રતમાં ઇન્દ્ર ઘનુષ્ય સૂર્યના તેજથી કેવું મનહર સપ્તરંગી રૂપ ધારણ કરે છે. વળી વિદ્યુત એટલે વિજળીવડે કેવો મહાન અવાજ કરી મૂશળધાર વરસાદ વરસે છે.
કૃપા-વારિ વર્ષે, ઉર-ઘરણી લીલી મુજ બની, નદી-નાળાં પૂરી, ખળખળ વહે ભક્તિ-સરણી; મહાત્માના ગ્રંથો ગહન બીજ ઓરે ઉર વિષે,
ખરા ખેડૂતો તે હળ-કુશળતા-સાઘન દસે. ૪ અર્થ :- તેવી જ રીતે પરમકૃપાળુદેવની કૃપારૂપી વારિ એટલે જળ વરસવાથી મારી હૃદયરૂપી ઘરણી એટલે ભૂમિ તે લીલી અર્થાતુ નરમ પોચી બની ગઈ, એમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે. હવે તે કૃપારૂપી જળ વિષયકષાયરૂપી નદી નાળાંને પૂરી એટલે શાંત કરીને, ખળખળ કરતું ભક્તિ સરણી એટલે ભક્તિમાર્ગે આગળ વધવા લાગ્યું. તે જોઈ ખરા ખેડૂતો ખેતરમાં બીજ રોપવાનો યોગ્ય સમય જાણી, હળના સાઘનવડે કુશળતાથી બીજની રોપણી કરવા લાગ્યા. તેમ હું પણ પ્રભુકૃપાએ મનુષ્ય ભવરૂપ યોગ્ય સમય જાણી મહાત્માઓના ગહન ગ્રંથોના બીજને મારા હૃદયરૂપ ભૂમિને વિષે સંયમરૂપી હળવડે ઉપયોગની કુશળતાથી રોપવા લાગ્યો.
સુસંસ્કારો સાથે ઊગી નીકળતી ટેવ હલકી, ઘણી નદી કાઢી સુગુરુ-સમજૂતી-સ્વબલથી; મળ્યા માળી તેણે સરસ રચના બાગની કરી
ઘણાં રોપ્યાં વૃક્ષો, અનુપમ લતાઓ ય ઊછરી. ૫ અર્થ :- બીજ રોપવાથી હવે સુસંસ્કારોરૂપી કુંપળો ભૂમિમાંથી ફૂટી નીકળી. તેની સાથે પૂર્વભવમાં અજ્ઞાનવડે સેવાયેલ હલકી ટેવોરૂપી ઘાસ પણ ઊગીને બહાર આવ્યું. તે હલકી ટેવો એટલે વૃત્તિઓને મેં સદ્દગુરુના બોથની સમજૂતીવડે જાણી તેથી સ્વઆત્મબળ ફોરવીને તેને ઘણી નીંદી એટલે ઊખેડીને કાઢી નાખી; જેથી મારી હૃદયરૂપી ભૂમિ સ્વચ્છ બની.
તેટલામાં ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીરૂપી માળી મળવાથી મારી હૃદયરૂપી ભૂમિમાં તેમણે સુંદર બાગની રચના કરી. તેમાં વ્રતરૂપી અનેક વૃક્ષો રોપ્યા. તે વ્રતરૂપી વૃક્ષો રોપવાથી તેના ઉપર અનેક ક્ષમા આદિ