________________
(૧૦૭) હિતાર્થી પ્રશ્નો ભાગ-૨
૫૮૯
થયેલ અગ્નિ પણ બાળે છે તેમ આ દ્રષ્ટિમાં આવેલ પુણ્યવંત જીવ જંબુમારની જેમ ઉત્કૃષ્ટ પુણ્યફળને પણ ઇષ્ટ માનતો નથી. તે સંસારના સુખ કે દુઃખ બન્નેને સમાનપણે અસાર માને છે. I૧ળા
મળ-મૂત્રે રમતાં, માટી ખાતાં બાળક સમ સૌ અજ્ઞાની, ગંદી ચેષ્ટામાં રુચિ રાખે, લે લૌકિક વાતો માની; સમજા મોટા માણસ તજતા તેવી ટેવો, તે રીતે
સમ્યજ્ઞાની તુચ્છ ગણી તે તજવા ચાહે સૌ પ્રીતે. ૧૮ અર્થ - બાળક જેમ મળમૂત્રમાં રમે, માટી ખાય તેમ સર્વ સંસારી અજ્ઞાની જીવો, આ સંસારમાં સુખ છે એમ લોકોની વાતો માનીને પાંચ ઇન્દ્રિયોરૂપ મળમૂત્રમાં રમી ગંદી ચેષ્ટાઓ કરવામાં રુચિ રાખે છે. પણ સમજુ મોટા માણસો તેવી મળમૂત્રમાં રમવાની ગંદી ટેવોને તજી દે છે. તેમ સમ્યજ્ઞાની મહાન આત્માઓ તે સર્વ ભોગોને તુચ્છ ગણી પ્રેમપૂર્વક તજવા ઇચ્છે છે. કેમકે આ દ્રષ્ટિમાં આવેલ જીવને સિદ્ધના આઠગુણમાંનો એક ક્ષાયિક સમકિત ગુણ પ્રગટ થયો હોય છે. સિદ્ધનું અવિનાશી સ્વરૂપ અંશે તેને પ્રાપ્ત થયું છે તેથી પુગલની રચનાને તે બાજીગરના ખેલ જેવી જાણી માત્ર તેનો દ્રષ્ટા રહે છે. જેને આત્માનું અનંત સુખ અનુભવાયું છે તે આ તુચ્છ નાશવંત એવા જગતના ઇન્દ્રિયસુખોની આશા કેમ રાખે? અર્થાતુ ન જ રાખે. ૧૮.
સમ્યગ્દષ્ટિ સાચો યોગી કાંતાદ્રષ્ટિ આરાશે, તારક-તેજ સમાન બોઘ છે, તત્ત્વવિચારણા સાથે; સતી પતિમાં જેમ ઘરે મન, સત્કૃતમાં પ્રેમે રમતું.
ઘરે ઘારણા દ્રઢ ગુરુ-યોગે, ભોગે મનને ના ગમતું. ૧૯ અર્થ :- પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં જે મહાત્માઓ સમ્યગ્દર્શન પામ્યા તે ખરેખર સાચા યોગી પુરુષો છે. તેમનો ઉપયોગ અચપલ હોય. આસન, પ્રાણાયામ અને પૂણ્યના પ્રભાવથી શરીર નીરોગી હોય, હૃદયમાં નિષ્ફરપણું હોય નહીં; વડીનીતિ, લઘુનીતિ અલ્પ હોય; અર્થાત્ મળમૂત્રની હાજત અલ્પ આહારથી વારંવાર હોય નહીં, શરીરમાં સુગંધ રહે, મુખની કાંતિ અને પ્રસન્નતા હોય તેમજ સ્વાદ જીતવાથી સ્વર પણ મીઠો હોય. તેઓ ધૈર્યવાન અને પ્રભાવશાળી હોય. તેમનું ચિત્ત હમેશાં મૈત્રી આદિ ચાર ભાવનાઓથી યુક્ત હોય. ઇષ્ટ પદાર્થનો સહેજે તેમને લાભ થાય તથા માન-અપમાન સુખદુઃખ આદિ કંકોથી જેઓ પરાજય પામતા નથી. સર્વને ઉપકારક હોવાથી લોકોને સદા પ્રિય હોય છે. તથા આત્મજ્ઞાન હોવાથી જેઓ પરમ તૃતિને અનુભવે છે.
છઠ્ઠી કાંતાદ્રષ્ટિ-હવે તેઓ સાચા યોગી પુરુષો છઠ્ઠી કાંતા નામની દ્રષ્ટિને આરાઘે છે. આ દ્રષ્ટિમાં બોઘનું બળ તારાઓથી છવાયેલ નિર્મળ આકાશની કાંતિ એટલે પ્રભા સમાન હોય છે. આ વૃષ્ટિવાળાને તત્વમીંમાસા એટલે તત્ત્વોની વિચારણા નામનો ગુણ પ્રગટે છે. તેથી તે સંસારના કાર્યોથી નિવૃત્તિ મેળવી એકાંત સ્થાનમાં આત્મા વિષેની વિચારણા કરે છે. આત્માને સર્વકાળ માટે જન્મમરણથી છોડાવવા કંઈ ભૂલ રહી ગઈ છે તેને સર્વથા ટાળવા પરમાર્થ પ્રત્યે તેમને ઘણો પ્રેમ પ્રગટે છે. તેથી તેનો નિરંતર લક્ષ રહેવારૂપ આ દ્રષ્ટિનું ઘારણા નામનું યોગનું અંગ તેમને પ્રાપ્ત થાય છે, અને અન્યમુદ્ નામનો દોષ દૂર થાય