________________
૫૮૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાગદ્વેષના કારણોને, અજ્ઞાનને લીધે સારા માનતો હતો; તે હવે ટળી જઈ આ દ્રષ્ટિમાં વખાણવા લાયક એવું પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રગટ થાય છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવારૂપ ગુણ. આ દ્રષ્ટિવાળાને વિષયોમાં આસક્તિનો નાશ થતો હોવાથી માત્ર ચિત્રામણ જેવું તેનું ઉદયાથીનપ્રવર્તન રહે છે. ભ્રાંતિથી ઇન્દ્રિયના વિષયોમાં સુખ માન્યું હતું ત્યાં સુધી પશુ સમાન હતો. તે ટળીને શુદ્ધ સમકિતના કારણે તે દેવ જેવો થયો. હવે જગતના જીવોની સર્વ ભૌતિક સુખ સામગ્રી આત્માના અનંત સુખ ઐશ્વર્ય આગળ તેને તુચ્છ લાગે છે. અને આત્મામાં જ સર્વ રિદ્ધિસિદ્ધિ તેમજ અષ્ટ મહાસિદ્ધિ વગેરે સર્વસ્વ છે એમ ભાસવાથી સંસારી જીવોની બધી ચેષ્ટાઓ બાળકના ધૂળમાં ઘર બનાવવા જેવી અસુંદર અને અસ્થિર લાગે છે.
આ દ્રષ્ટિવાળાને બોઘની અસર રત્નપ્રભા સમાન હોય છે. દીપકના પ્રકાશને પવન અસર કરે પણ રત્નનો પ્રકાશ કદી નાશ પામે નહીં; તે નિરંતર રહે છે. રત્ન ઉપર ધૂળ હોય તો ઝાંખુ દેખાય તેમ ચારિત્રમોહના કારણે આ દ્રષ્ટિમાં આવેલો જીવ વધારેમાં વધારે ત્રણ ચાર ભવ કરે અથવા તે જ ભવે મોક્ષને પામે છે.
આ દ્રષ્ટિવાળાનું મન હવે વિષય વિકારમાં રાચતું નથી. પહેલા અણસમજણ એટલે અજ્ઞાનને કારણે સંસારમાં સુખની ભ્રાંતિ હતી તે હવે ટળી જઈ એક આત્મા જ સારભૂત લાગે છે. ઇન્દ્રિયોથી સંભળાય, દેખાય, ચખાય છતાં તેમાં ભાવમનરૂપ આત્માનો ઉપયોગ તન્મય થતો નથી, તેમાં આસક્તિ પામતો નથી. આત્માનો જ્ઞાનદર્શન ઉપયોગ જે પહેલા બહાર જતો હતો તે હવે રોકાઈ જઈ આત્માની
જ્યોતિ પ્રગટ થવાથી ત્યાં જ રહે છે. ઉપયોગ એ જ સાધના છે. રાગદ્વેષ એ આત્માનો સ્વભાવ નથી, તેથી ક્ષાયિક સમ્યદ્રષ્ટિનો લક્ષ નિરંતર તેના આત્મામાં રહે છે. ચારિત્રમોહના કારણે તેને પણ સંસારમાં પ્રવર્તન કરવું પડે તો પણ તેમાં મહાભ્યબુદ્ધિ ન હોવાથી તે બધું તુચ્છ જણાય છે.
- ઉદયના ઘક્કાના કારણે પરમકૃપાળુદેવ જેવાને ઘરમાં રહ્યા છતાં પણ ભરત ચક્રવર્તીની જેમ છૂટું છૂટુંના ભણકારા થયા કરતા હતા. જ્ઞાની પુરુષોની ઉદયબળે સાંસારિક પ્રવૃત્તિ તે અણગમા સહિત તેમજ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી હોવાથી તેમને સદા કમોંની નિર્જરા છે. તેઓ સદા સમતાભાવે આત્મામાં રમણતા કરતા હોવાથી પ્રતિ સમયે અનંતગુણ વિશિષ્ટ દશા વઘારતાં મોક્ષમાર્ગ તરફ જ ગમન કરતા રહે છે. ||૧૬ના
ચારે ગતિથી ઊંચા આવે, સમ્યજ્ઞાન-વિરાગે રે, સમ્યવૃષ્ટિ બહુ બળવંતા, વર્તે અંતર્ત્યાગે રે; ઘર્મ-જનિત ફળ સુખ-સામગ્રી, ચંદનના અગ્નિ જેવી,
પુણ્યવંત સમ્યવ્રુષ્ટિને લાગે છે બાળે તેવી. ૧૭ અર્થ :- સમ્યકજ્ઞાન અને વૈરાગ્યના બળે સમ્યકુદ્રષ્ટિ મહાત્માઓ હવે ચારે ગતિથી ઊંચા આવી પંચમગતિરૂપ મોક્ષ તરફ પ્રયાણ કરે છે. સમ્યગૃષ્ટિ મહાન આત્માઓ અંતરમાં સમતારસમાં તરબોળ રહેવાથી તેમજ અનાદિની વિષયકષાયની પ્રવૃત્તિથી ભાવે અતિદૂર હોવાથી તેઓ મહા બળવાન છે. તેઓને મન, ઘર્મનાં આરાઘનથી પ્રાપ્ત થયેલ પુણ્યના ફળરૂપે પાંચ ઇન્દ્રિયના વિષયભોગ-સાંસારિક સુખો પણ અનિષ્ટ લાગે છે, અર્થાત આત્મશાંતિને બાળનાર લાગે છે. જેમ ચંદનવૃક્ષના ડાળા ઘસવાથી ઉત્પન્ન