SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મારું આ મન અનાથ જેવું થઈને ભમ્યા કરે છે. રા. ત્રિભુવનના આઘાર હતા, પ્રભુ, આપ વિના અંઘારું, કોણ હવે આઘાર અમારો? શાથી શ્રેય અમારું રે? પ્રભુજી, અર્થ :- હે પ્રભુ! આપ ત્રણેય લોકના આઘાર હતા. આપ વિના બધે અંધારું છે. હવે અમારે આઘાર કોણ? અમારું શ્રેય એટલે કલ્યાણ હવે કોનાથી થાય? Iકા ઉત્તમ કુળમાં અઘમ રહ્યો હું આ સંસારે સડતો, કરુણા કરી ઉદ્ધાર કરો મુજ, રાખો નહીં રખડતો રે.” પ્રભુજી અર્થ - ઉત્તમ કુળમાં જન્મ્યા છતાં હું અઘમ રહી આ સંસારમાં જ સડતો રહ્યો. હે પ્રભુ! હવે કરુણા કરી મારો ઉદ્ધાર કરો. મને હવે આ સંસારમાં રખડતો રાખો નહીં. કા. ઋષભસેન ગણથર કર કરુણા, આશ્વાસન દે : “ભાઈ, શોક તણો અવસર ના આજે, ઉત્સવ કરો અઠ્ઠાઈ રે. પ્રભુજી અર્થ - 28ષભસેન ગણઘર કરુણા કરીને ભરતરાજાને આશ્વાસન આપતા બોલ્યા કે ભાઈ! આજે આ શોક કરવાનો અવસર નથી. પ્રભુ શાશ્વત સુખરૂપ મોક્ષપદને પામ્યા માટે તેનો અઠ્ઠાઈ મહોત્સવ કરવો ઉચિત છે. પાા ભવ ઘરતા મરતા તે મૂઆ, પ્રભુ તો જીવે નિત્યે, અજર-અમરતા પામ્યા તેનો ઉત્સવ કરવો પ્રીતે રે. પ્રભુજી અર્થ :- જે નવા ભવ ઘારણ કરવા મરે તે જ ખરેખર મૂઆ છે. જ્યારે પ્રભુ તો આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પામવાથી નિત્ય જીવતા રહેશે. તેઓ અજર અમર પદને પામ્યા છે. માટે તેનો પ્રીતિપૂર્વક નિર્વાણ મહોત્સવ કરવો જોઈએ. કા. નિરુપમ મોક્ષ-પદે પ્રભુ પહોંચ્યા, ભવસંકટ ઓળંગી, સમજુ છો, સંતોષ-સમયમાં ન રહો વિષાદ-રંગી રે. પ્રભુજી અર્થ - પ્રભુ તો ત્રિવિધ તાપાગ્નિરૂપ ભવસંકટને ઓળંગી જેની ઉપમા પણ ન આપી શકાય એવા મોક્ષસ્થાનમાં પહોંચ્યા છે. માટે ભરત! તમે સમજુ છો, તેથી આવા સંતોષ અનુભવવાના સમયમાં વિષાદ એટલે ખેદના રંગવાળા પરિણામ મનમાં ન લાવો. આશા ચરમ-શરીરી છીએ આપણે, સમજ્યા સ્વરૃપ કૃપાથી, તે જ રીતે સિદ્ધિપદ વરીશું અંતર-કાળ જવાથી રે. પ્રભુજી અર્થ :- આપણે ચરમ-શરીરી છીએ. આપણા માટે આ છેલ્લો અવતાર છે. પ્રભુ ઋષભદેવની કૃપાથી આપણે આત્મસ્વરૂપને સમજ્યા છીએ. તે જ રીતે અંતર-કાળ એટલે સમયનો અંતર પૂરો થયે આ જ ભવે સિદ્ધિપદ એટલે મોક્ષરૂપી લક્ષ્મીને વરીશું. ||૮|| મોક્ષ-ભાવના ફળી પિતાની, શોક ઘટે નહિ જરીયે, માત્ર શત્રુજન શોક કરે કદ, સ્વજન સર્વ સુખ ઘરિયે રે. પ્રભુજી
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy