________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
શિખર ફરતી રે પ્રદક્ષિણા કરે સુર નર ભક્તિ-યુક્ત,
લોક ત્રણેમાં રે થોડી પળો લગી ઝબકે સુખ-વિદ્યુત. જાગો
અર્થ :– દેવો તથા મનુષ્યો જ્યાં પ્રભુનું નિર્વાણ થયું તે અષ્ટાપદ પર્વતના શિખરની ભાવભક્તિસહિત ફરતી પ્રદક્ષિણા કરવા લાગ્યા. ભગવાનના નિર્વાણ કલ્યાણક સમયે ત્રણેય લોકમાં થોડી ક્ષણો સુધી સુખરૂપી વિજળીનો ઝબકારો થયો; અર્થાત્ સુખનું વેદન થયું. ।।૧૧૯।।
સાગર-જળથી રે શાંત ચિંતા કરી, રાખ, અવશેષ પવિત્રલેતા લોકો રે ભાવ વિશેષથી, હરવા કર્યો વિચિત્ર. જાગો હે! જીવો રે મોહ કરો પરો.
અર્થ :– જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ઘાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેષકુમાર દેવતાઓએ ક્ષીર સમુદ્રના જળથી ચિંતાગ્નિને શાંત કર્યો. પ્રભુના શરીરની રાખ તથા અસ્થિ આદિ અવશેષને પવિત્ર માની તેની પૂજા કરી, વિચિત્ર એવા કર્મોને હરવા માટે, વિશેષ ભાવભક્તિથી લોકો તેને લેવા લાગ્યા.
હે ભવ્ય જીવો! કલ્યાણ કરવાનો આ અમૂલ્ય અવસર આવ્યો જાણી જાગૃત થાઓ અને આ મોહરૂપી અનાદિના મહા શત્રુનો હવે અવશ્ય પરાભવ કરો. ।।૧૨।।
(૧૦૫)
શ્રી ઋષભ જિનેશ્વર
૫૫૭
ભાગ-૭
(રાગ : અર્કપ્રભા સમ બોઘ પ્રભામાં, ઘ્યાન-પ્રિયા એ દિઠ્ઠી)
*
પિતા વિયોગે ભરતભુપ તો શોક-સમુદ્રે ઝીલે, શૂન્ય મને દેખે દેખાવો, રીઝે ન ગીત રસીલે રે
પ્રભુજી, બોઘબળે ભવ તરીએ. અર્થ ઃ— પિતા શ્રી ઋષભજિનેશ્વર નિર્વાણ પામ્યા. તેથી તેમના વિયોગે ભરત મહારાજા શોક સમુદ્રમાં આવી પડ્યા. શૂન્ય મન થઈ બધા દ્રશ્યોને જુએ છે. રસપડે એવા રસીલા ગીતોથી પણ તેમનું મન આનંદ પામતું નથી. તેઓ કહેવા લાગ્યા : પ્રભુ અમને બોધ આપો. આપના બોધબળે અમે આ ભવ સમુદ્રને તરીએ છીએ. ।।૧।।
વર્લ્ડ વિલાપે શોકાતુર તે : “આપ વિનાના ગમતું;
યુગાદિદેવ હવે ના બોલે, અનાથ મુજ મન ભમતું રે. પ્રભુજી
અર્થ :— શોકથી આતુર થયેલા ભરતરાજા વિલાપ કરતા કહેવા લાગ્યા : હે પ્રભુ! આપના વિના મને ગમતું નથી. ચોથા આરાની શરૂઆતમાં થયેલા એવા આ યુગના દેવાધિદેવ હવે બોલતા નથી. તેથી