________________
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
૪૧ ૭.
સ્વરૂપ છે એમ વિચારો.
દ્રવ્યભાવરૃપ પ્રાણની, કષાયોને ઘાત,
હિંસા કહી સલ્ફાસ્ત્રમાં, અઘર્મ એ સાક્ષાત. ૩ અર્થ :- પાંચ ઇન્દ્રિયો, મન વચન કાયાના યોગબળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ એ દશ દ્રવ્ય પ્રાણ કહેવાય છે. તથા આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને ભાવપ્રાણ કહેવાય છે. ક્રોધાદિ કષાયભાવોવડે કોઈના દસ દ્રવ્ય પ્રાણની કે પોતાના ભાવપ્રાણની હિંસા કરવી તેને સન્શાસ્ત્રમાં સાક્ષાત અઘર્મ કહ્યો છે.
રાગાદિ આવેશ વણ સાવઘાનતા હોય,
પ્રાણ-ઘાત પ્રત્યક્ષ હો, થતી ન હિંસા તોય. ૪ અર્થ :- રાગદ્વેષાદિ ભાવોના આવેશ વગર, જીવોની રક્ષા કરવા માટેનો આત્માનો ઉપયોગ પૂરેપૂરો જાગૃત હોય, છતાં કોઈ જીવના પ્રાણની પ્રત્યક્ષ ઘાત થઈ જાય, તો પણ તેને હિંસા લાગતી નથી. જેમકે મુનિ ઈર્ષા સમિતિપૂર્વક ચાલતા છતાં કોઈ જીવ અકસ્માત પગ નીચે આવીને મરી જાય તો પણ તેની હિંસા મુનિને લાગતી નથી, કારણ કે તેને બચાવવાનો તેમનો ઉપયોગ પૂરેપૂરો જાગૃત હતો.
રાગાદિક વશ વર્તતાં, પ્રમાદ જ્યાં સેવાય,
પ્રાણઘાત હો કે ન હો, જરૂર હિંસા થાય. ૫ અર્થ - પણ જ્યાં રાગદ્વેષાદિ ભાવોને વશ પોતાનો ઉપયોગ છે ત્યાં પ્રમાદનું સેવન છે. પ્રમાદના કારણે ચાલવા આદિમાં જીવ રક્ષા કરવામાં આત્મોપયોગની જાગૃતિ નથી, માટે ત્યાં જીવોના પ્રાણની ઘાત હો કે ન હો, પણ તેને હિંસાનો દોષ જરૂર લાગે છે.
આત્મઘાત પોતે કરે, કષાયનો કરનાર;
મરવું-ર્જીવવું અન્યનું કર્માથીન બનનાર. ૬ અર્થ - જે જીવ કષાયભાવો કરે તે પોતાના આત્મગુણોની ઘાત કરે છે. તે બીજાને મારવા ઇચ્છે પણ બીજાનું મરવું કે જીવવું છે તેના કર્મને આધીન બનનાર છે. જેમ કૂમક નામનો ભિખારી પોતાના કર્મને આધીન ભોજન પામતો નહોતો. છતાં લોકો ઉપર રુમાન થઈ બઘાને મારી નાખવાના ઇરાદે પહાડ ઉપરથી મોટો પત્થર ગબડાવ્યો. તેની સાથે પોતે પણ ગબડી ગયો. અને બીજાને મારવાના ભાવથી પોતે જ મરીને નરકે ગયો.
હિંસાથી ના વિરમવું, પર હિંસા-પરિણામ,
પર હિંસાના ભેદ બે; પ્રમત્તતાનું ઘામ. ૭ અર્થ :- પ્રતિજ્ઞાવડે દ્રવ્ય હિંસાનો ત્યાગ ન કરવો અને પરહિંસાના પરિણામ રાખવા એ ભાવહિંસા છે. દ્રવ્ય અને ભાવ એ હિંસાના બે ભેદનો જ્યાં સદ્ભાવ છે ત્યાં પ્રમાદ ઘર કરીને રહે છે.
પરને લઈને અલ્પ પણ હિંસા નથી, વિચાર;
પણ પરિણામ ભલાં થવા, હિંસા-હેતુ નિવાર. ૮ અર્થ - પર પદાર્થને લઈને અલ્પ પણ હિંસા નથી એમ વિચાર. હિંસા, અહિંસાનો આધાર તારા ભાવ ઉપર છે. માટે તારા પરિણામ એટલે ભાવોની શુદ્ધિ થવા અર્થે હિંસાના કારણોને દૂર કર. જૂઠ,