________________
૪૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વઘતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (વ.પૃ.૬૨૦) //1શો.
સ્વ-આત્મા અહો! દેહ આદિથી ભિન્ન, સદા જ્યોતિ રૂપે પ્રકાશે સ્વ-અન્ય; સુ-ગુરુથી જાણી સ્વરૂપે સુમગ્ન, રહો તો રસાસ્વાદ ચાખો, સુવિજ્ઞ.” ૧૮ અર્થ :- પોતાનો આત્મા અહો! દેહ આદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે. તે સદા ચૈતન્યજ્યોતિસ્વરૂપ, સ્વ તથા અન્ય પર પદાર્થોને પણ પ્રકાશવા સમર્થ છે. એવા આત્માને સદ્ગુરુ દ્વારા જાણી તેના સ્વરૂપમાં જો નિમગ્ન રહો તો હે સુવિજ્ઞ એટલે સુવિશેષપણે તત્ત્વને જાણનારા ભવ્યો! તમે પણ આત્માના રસાસ્વાદને ચાખી શકો. એ રસાસ્વાદ અનંત અપાર આનંદને આપનાર છે. “દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” (વ.પૃ. ૬૨૦) I/૧૮ાા
ઇન્દ્રિયોના રસાસ્વાદમાં હિંસા છે. જ્યારે અતીન્દ્રિય એવા આત્માના રસાસ્વાદમાં અહિંસા છે. અહિંસા એ જ ઘર્મ છે. કોઈ પણ પ્રાણીને મારવો નહીં, એ દ્રવ્ય અહિંસા છે. અને પ્રમાદવશ કષાયભાવોવડે પોતાના આત્મગુણોની હિંસા કરવી નહીં તે ભાવ અહિંસા છે
પોતાની ઇચ્છા પ્રમાણે વર્તવું તે સ્વચ્છંદપણું છે અને જ્યાં સ્વચ્છંદતા છે ત્યાં પ્રમાદ છે. અને જ્યાં પ્રમાદ છે ત્યાં વિષયકષાય છે. વિષયકષાય છે ત્યાં ભાવહિંસા છે. અને જ્યાં ભાવહિંસા છે ત્યાં સંસાર છે. માટે સંસારનો છેદ કરવા સ્વચ્છેદ મૂકીને ગુરુ આજ્ઞાએ અહિંસાધર્મનું પાલન કરવું એ આત્માને પરમ હિતકારી છે. એ સંબંધી વિશેષ ખુલાસા આ પાઠમાં કરવામાં આવે છે :
(૯૪) અહિંસા અને સ્વચ્છંદતા
(દોહરા)
| સર્વ ઘર્મનું બીજ જે, ઘારે ઉર ગંભીર,
રાજચંદ્ર-પદ તે નમું, સત્ય અહિંસક વીર. ૧ અર્થ :- સર્વ ઘર્મોનું બીજ એટલે રહસ્ય જેના હૃદયમાં ગંભીરપણે ઘારણ કરેલ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. જે રાગદ્વેષને જીતવાથી સાચા અહિંસક વીર કહેવાય છે.
રાગાદિક દંર થાય ત્યાં ખરી અહિંસા ઘાર,
રાગાદિ પ્રગટાવતાં, હિંસા-સ્વરૃપ વિચાર. ૨ અર્થ - જે ઘર્મવડે રાગદ્વેષ અજ્ઞાન આદિ ભાવો દૂર થાય તેને ખરો અહિંસાધર્મ જાણો. અને જ્યાં ઘર્મના નામે રાગદ્વેષ કામક્રોથાદિ ભાવોનું પોષણ થાય ત્યાં અહિંસાધર્મ નથી પણ તે હિંસાનું બીજું