________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫ ૫ ૫
બીજે સમયે રે કપાટરૃપે બને, બેય પડખે વિસ્તાર,
ત્રિભુવન ચરતો રે ભત-આકાર તે, સન્મુખ પૂંઠેય ઘાર- જાગો અર્થ :- બીજે સમયે આત્માના પ્રદેશો કપાટરૂપે બની, બેય પડખામાં ફેલાય છે. તે ભીંતનો આકાર જાણે ત્રણેય લોકને ચીરતો હોય એમ જણાય. તે આગળ અને પાછળ બન્ને બાજુ ફરે છે. ૧૦૬ાા
તેવા રૂપે રે સમય ત્રીજે બને પ્રતર જાણે મંથાન,
ચોથે સમયે રે લોક પૅરો પૅરે; વિપરીત રીતે સ્વસ્થાન. જાગો. અર્થ :- ઉપરોક્ત રીતે ત્રીજા સમયે આત્માના પ્રદેશો પ્રતર એટલે મંથાન અર્થાત્ ઝરણાના આકારે બની ચારે તરફ ફેલાય છે. ચોથા સમયે આત્માના પ્રદેશો સકળ લોકમાં ફેલાય છે. તેવી જ ક્રિયા વિપરીત થઈને આત્માના પ્રદેશો સ્વસ્થાનમાં પાછા આવે છે. ||૧૦ળા
આઠ સમયમાં રે ક્રિયા બથી બને; પછી તો અયોગી થાય,
ત્રણે શરીરનાં રે પિંજર છતાં રહે અડોલ ઋષભ જિનરાય. જાગો. અર્થ :- માત્ર આઠ સમયમાં જ આ ઉપરોક્ત ક્રિયા સર્વ બની જાય છે; અર્થાતુ ચાર સમય સમુદ્યાત થતા અને ચાર સમય તે ક્રિયાને પાછી સમેટતા થાય છે. પછી પ્રભુ અયોગી ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં કાર્મણ, તેજસ અને પરમ ઔદારિક આ ત્રણેય શરીરરૂપી પિંજરમાં રહેલા હોવા છતાં પણ તેમાં અડોલ પર્વતની જેમ ઋષભ જિનેશ્વર સ્થિર થાય છે. ૧૦૮ાા.
પંચાક્ષરના રે લઘુ ઉચ્ચારનો કાળ અયોગી ગણાય,
એક સમયમાં રે ઋજાગતિથી ગયા લોકાગ્રે જિનરાય. જાગો અર્થ :- અયોગી ગુણસ્થાનકમાં પ્રભુને રહેવાનો કાળ અ ઈ ઉ 28 છે આ પાંચ લઘુ અક્ષર બોલીએ તેટલો છે. પછી એક જ સમયમાં પ્રભુ 28જુ એટલે સરળ, સીથી ગતિથી લોકના અગ્રભાગ ઉપર જઈ મોક્ષમાં વિરાજમાન થયા. ||૧૦૯ાા.
સાદિ-અનંતો રે કાળ એ મોક્ષનો, આત્મિક સુખે ગણાય,
શુદ્ધ ગુણો સૌ રે પ્રગટ દીપે સદા, કેવળજ્ઞાને ભળાય. જાગો અર્થ - મોક્ષ, સાદિ એટલે આદિ સહિત છે પણ તેનો અંત નથી. માટે ત્યાં અનંતકાળ સુધી પ્રભુનો સમય આત્મિક સુખમાં વ્યતીત થાય છે. ત્યાં આત્માના સર્વ શુદ્ધ ગુણો સદા પ્રગટ દૈદિપ્યમાન છે; જે કેવળજ્ઞાનવડે જોઈ શકાય છે. ૧૧૦ના
ઉત્સવ છેલ્લો રે ઇન્દ્રાદિ ઊજવે, સંસ્કારી જિન-દેહ,
ઉત્તમ શિબિકા રે રર્થી તેમાં ઘરી, શિખરે લઈ જાય તેહ. જાગો. અર્થ - હવે પ્રભુનો છેલ્લો નિર્વાણ કલ્યાણક ઉત્સવ ઇન્દ્રો તથા દેવો વગેરે સર્વ ઊજવે છે. પ્રભુના દેહને ક્ષીર સમુદ્રના જળથી સ્નાન કરાવી, ગોશીર્ષ ચંદનના રસથી વિલેપન કરી, દેવદૂષ્ટ વસ્ત્રવડે ચોતરફથી વિભૂષિત કરી, સંસ્કારિત કર્યો. ઉત્તમ શિબિકાની રચના કરી તેમાં ઇન્દ્ર પ્રભુના શરીરને સ્થાપિત કર્યું. પછી વાજિંત્ર વગાડતા દેવતાઓ તથા ઇન્દ્રો વગેરે પ્રભુના દેહને અષ્ટાપદગિરિના શિખર ઉપર લઈ ગયા. ||૧૧૧