________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
પુરોહિતે રે જ્યોતિષથી કહ્યું : “થશે પ્રભુનું નિર્વાણ,” ભરત પધારે રે અષ્ટાપદે હવે, પગપાળા મૂર્કી માન. જાગો
અર્થ • પુરોહિતે જ્યોતિષ વિદ્યાવડે કહ્યું કે પ્રભુનું નિર્વાણ થશે. તેથી ભરતેશ્વર હવે માન મૂકીને પગપાળા ચાલી અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ।।૯૯॥
૫૫૪
ઇન્દ્ર પથારે રે પ્રભુ પાસે હવે, આવે દેવો અનેક, પ્રભુ મુદ્રા તો રે ગંભીર, મૌન છે, ૫૨મ શાંત, સ્થિર છેક. જાગો
અર્થ :– ઇન્દ્ર પણ પ્રભુ પાસે પધાર્યા. અનેક દેવો પણ આવ્યા. પ્રભુની મુદ્રા તો ગંભીર, મૌન, પરમશાંત અને સ્થિર છે. ।।૧૦૦।।
અનશન-ધારી રે હજારો મુનિવરો, ઘ્યાને સર્વે ય લીન,
શ્રેણી માંડી રે કેવળી સૌ થઈ, કર્મ કરે સૌ ક્ષીણ. જાગો
અર્થ :– અનશન ધારણ કરીને હજારો મુનિવરો સર્વે ધ્યાનમાં લીન થઈ ગયા. શ્રેણી માંડી સર્વ કર્મોને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પામ્યા. ।।૧૦૧||
સુખ-આસને રે પ્રભુ બેઠા હતા, શુક્લ ઘ્યાને વિલીન,
સ્તુતિ નિઃશબ્દ રે કરી સૌ ઉરમાં, રહે પ્રભુ-ચરણે લીન. જાગો
અર્થ :– પ્રભુ સુખાસને ધ્યાનમાં બેઠા હતા. શુક્લ ધ્યાનમાં વિશેષ પ્રકારે તેઓ લીન હતા. પ્રભુને ધ્યાનસ્થ મુદ્રામાં નિહાળી તેમની શબ્દ વગર હૃદયમાં સ્તુતિ કરીને સર્વે પ્રભુના ચરણનું ધ્યાન કરતા લીન થયા. ||૧૦૨
સુંદર ગિરિ તે રે નીર-ઝરણાં ઝરે; પ્રભુ નિર્જરા સહિત,
શોભે ગિરિ તે રે મૃગ-યૂથ-મધ્યમાં, તેમ મુનિસĂહે સ્થિત. જાગો॰
અર્થ = • સુંદર એવા કૈલાસ પર્વત ઉપરથી જેમ જળના ઝરણા ઝરતા શોભે તેમ પ્રભુ અઘાતીયા કર્મોની નિર્જરા કરતાં શોભે છે. જેમ મૃગના ટોળા મધ્યે પર્વત શોભે તેમ મુનિઓના સમૂહ મધ્યે સ્થિત એવા પ્રભુ શોભાને પામે છે. ।।૧૦૩।।
ગિરિ પર નાચે રે મયૂર કળા કરી, પ્રભુ-ગુણ દીપે અનંત, બીજાં કર્યો રે આયુષ્યથી વધુ હોવાર્થી એ ભગવંત- જાગો॰
અર્થ : ગિરિ પર રહેલા મોરો જેમ કળા કરીને નૃત્ય કરે તેમ મનુષ્યોના મન પણ પ્રભુના અનંત દૈદિપ્યમાન ગુણો જોઈ આનંદ પામે છે. પ્રભુ, આયુષ્ય કર્મથી બીજા કર્મો વધુ હોવાના કારણે કેવળી સમુદ્દાત કરે છે. ૧૦૪॥
અપૂર્વ રીતે રે કર્મ સરખાં કરે, સમુદ્દાતે વિખ્યાત
શીર પ્રમાણે રે દંડ-આકારથી, સ્પર્શી રહે લોકાંત. જાગો
અર્થ :— અપૂર્વ રીતે પ્રભુ સર્વ અઘાતીયા કર્મોને સરખા કરે છે. જો નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીયકર્મની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં વધારે હોય તો નીચે પ્રમાણે સમુદ્દાત કરે છે. પ્રથમ સમયે આત્માના પ્રદેશો શરીર પ્રમાણે દંડનો આકાર થઈ ઉપર નીચે લોકના અંતને સ્પર્શે છે. ૧૦૫૫