________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
૫ ૩૯
સર્તી-મન પરપુરુષે ના પેસે, સ્વતંત્ર દાસ્ય ન ઘારે રે,
પાત્રદાન પ્રતિ પાપી મન સમ, ચક્ર ખસે ન લગારે રે. પરો. વિ. અર્થ - સતીનું મન પરપુરુષમાં પેસે નહીં, સ્વતંત્ર પુરુષ દાસ્ય એટલે દાસપણાને ઘારણ કરે નહીં, પાત્રદાન પ્રત્યે પાપીનું મન પિગળે નહીં તેમ ચક્ર પણ નગરમાં પ્રવેશ કરવા લગાર માત્ર ખસતું નથી. ૧૧૬ાા
પુરોહિત પૂક્યાથી બોલે : “જિતાયા નહિ ભાઈ રે,
તેથી ચક્ર પુરે ના પેસે, ચક્ર સહે ન સગાઈ રે.” પરો. વિ. અર્થ :- પુરોહિતના પૂક્યાથી તેણે કહ્યું : તમારા ભાઈ હજી જિતાયા નથી. તેથી આ ચક્રરત્ન નગરમાં પેસતું નથી. ચક્ર કંઈ તમારા ભાઈની સગાઈને સહન કરે નહીં. 7/૧૧થા
અઠ્ઠાણું ભ્રાતાની પાસે, દૂત મોકલી બોલાવે રે,
ભરત-આજ્ઞા કોઈ ન માને, પ્રભુને પૂંછવા આવે રે. પરો. વિ૦ અર્થ :- અઠ્ઠાણું ભાઈઓ પાસે દૂત મોકલી ભરતરાજાએ તેમને બોલાવ્યા પણ ભરતની આજ્ઞા કોઈએ માન્ય કરી નહીં. પણ પ્રભુને તે સંબંધી સૌ પૂછવા આવ્યા. [૧૧૮ાા
વિનયસહિત નમીને સૌ પૂછે: “રાજ્ય દીઘાં, પ્રભુ, આપે રે,
આણ મનાવે ભરત હવે શી? મોટા થઈ સંતાપે રે. પરોવિ. અર્થ – વિનયસહિત પ્રભુને નમી સૌ પૂછવા લાગ્યા કે પ્રભુ! આપ અમને રાજ્ય આપ્યા, છતાં ભરત રાજા થઈ શાની આણ મનાવા મથે છે? શું મોટાભાઈ થઈ અમને સંતાપે છે? I૧૧૯ાા
આપ કહો તે સર્વ કરીશું, આપ જ પૂજ્ય અમારે રે,
એક જ ઘણી થાર્યા તે થાર્યા, તે તારે કે મારે રે.” પરો. વિ. અર્થ:- આપ હે પ્રભુ! જે કહો તે સર્વ અમે કરીશું. આપ જ અમારે તો પૂજ્ય છો. “એક જ ઘણી ઘાર્યા તે ઘાર્યા, તે તારે કે મારે.’ એ સિવાય બીજો ઘણી અમે ઘારવાના નથી. ૧૨૦.
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૬
(રાગ : છઠ્ઠી દ્રષ્ટિનો. ભોલીડા હંસા રે વિષય ન રાચિયે)
ઋષભ પ્રભુને રે કુટુંબી વિશ્વ સૌ; વદતા પૂર્વ-પ્રયોગ“માનવભવ આ રે દુર્લભ આવિયો, ફરી ફરી આવે ન યોગ.
જાગો હે! જીવો રે મોહ કરો પરો.