SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરઘન-પરદારા ના ચોરે, દીન દયા શીલ પાળે રે, જે ત્યાગ્યું તેની તર્જી ઇચ્છા, વ્રત-અતિચારો ટાળે રે. પરો. વ. અર્થ - ઉત્તમ શ્રાવક પરઘન અથવા પરસ્ત્રીની ચોરી કરે નહીં. પણ દાન, દયા તથા શીલનું પાલન કરે છે. વ્રતગ્રહીને જે ત્યાગી દીધું તેની ફરી ઇચ્છા કરે નહીં. તથા વ્રતમાં લાગતા અતિચારોને પણ ટાળે છે. /૧૦૯ાા સમતા-મુનિ-આચારો શીખે, કર ભોગ-સુખ ઘટાડો રે, વ્યર્થ પાપ-હેતું તર્જી જીવે, ઘર્મ ભાવ ઘરી ગાઢો રે. પરો. વ૦ અર્થ – ઉત્તમ શ્રાવક સમતા વગેરે મુનિ આચારોને ભોગના, સુખમાં ઘટાડો કરી શીખે છે. તથા ઘર્મભાવને ગાઢપણે ઘારણ કરી વ્યર્થના પાપ કારણોને તજી જે જીવન જીવે છે. I૧૧૦ના સર્વ ક્રિયા-ફળ મોક્ષ ઉરે ઘરી, રત્નત્રય આરાધે રે ગૃહસ્થ કે મુનિ-દશા વિષે જે, તે આત્મિક હિત સાથે રે.” પરો. વ૦ અર્થ :- સર્વ ક્રિયાનું ફળ મોક્ષપ્રાપ્તિ કરવી છે, એ વાતને હૃદયમાં ઘારણ કરી રત્નત્રયને જે આરાઘે છે, તે ગૃહસ્થદશામાં હો કે મુનિદશામાં હો તે પોતાના આત્મિક હિતની સાધના કરે છે. ૧૧૧ાા એ પ્રભુનવાણી પ્રેમે સુણી બહુ જન દીક્ષા લેતા રે, ઋષભસેન, પુંડરિક, અનંતજી આદિ ગણથર થાતા રે. પરો. ઊ૦ અર્થ – એવી પ્રભુની વાણીને પ્રેમપૂર્વક સાંભળી ઘણા જીવોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તથા ઋષભસેન, પુંડરિક, અનંતજી આદિ ગણધર પદવીને પામ્યા. /૧૧૨ા. બ્રાહ્મી આદિ બને સાઘવી, માત્ર મરીચિ ન પલટે રે, દેશવ્રતી બહુ નર, પશુ બનતાં, મોહ ઘણાનો વિઘટે રે. પરોઊ અર્થ :- બ્રાહ્મી સુંદરી આદિ સાધવી બને છે. માત્ર ભરતરાજાનો પુત્ર મરીચિ તે પલટાતો નથી. ઘણા મનુષ્યો તથા પશુઓ દેશવ્રતી શ્રાવક બને છે. તથા ઘણાનો મોહ પ્રભુનો ઉપદેશ સાંભળી વિઘટે એટલે વિશેષ પ્રકારે ઘટે છે, અર્થાત્ ઓછો થાય છે. /૧૧૩ણી ચોરાશી ગણથર ગ્રહીં ત્રિપદી, શાસ્ત્રસૃપે વિસ્તારે રે, શીખવે સૌ મુનિજનને મુખે, પ્રભુ અન્યત્ર પઘારે રે. પરોપકાર-કારક પરમાત્મા વિચરે જગ ઉદ્ધરવા રે. અર્થ - ચોરાશી ગણઘરોએ ભગવાન પાસેથી ત્રિપદી ગ્રહણ કરીને શાસ્ત્રરૂપે તેનો વિસ્તાર કર્યો. તે દ્વાદશાંગી સર્વ મુનિ જનને ગણઘરો મુખે શીખવવા લાગ્યા. તથા પ્રભુ વિહાર કરીને અન્યત્ર પધાર્યા. પરોપકાર પરમાત્મા જગત જીવોના ઉદ્ધાર કરવા માટે વિચરવા લાગ્યા. ||૧૧૪ ચક્રાઘારે ભરતક્ષેત્રને ભરત ભૂપ પણ જીતે રે, છતાં અયોધ્યામાં ના પેસે, ચક્ર હજી કોઈ રીતે રે. પરો. વિ. અર્થ:- ચક્રના આધારે આખા ભરતક્ષેત્રને ભરત રાજાએ જીતી લીધું. છતાં તે ચક્ર હજી કોઈ રીતે અયોધ્યામાં પેસતું નથી. ૧૧૫ના
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy