SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫ ૫ ૩૩ અર્થ - જાણે આજે હું સિદ્ધ બની ગયો. કેમકે પરમાનંદ મારા હૃદયમાં સમાતો નથી. કોઈની પણ ઉપમા આપી ન શકાય એવા નિરુપમ સ્વરૂપે આજે મેં આપને જોયા. આપના ગુણગાન કરવાથી મારો કંઠ પણ આજે સફળ થઈ ગયો. //૭૬ાા. કૃતકૃત્ય આ ચરણ થયા જે, આપ સમીપે લાવ્યા રે, નયન સફળ આ પ્રભુ-દર્શનથી, કર સેવામાં આવ્યા રે. પરો. અર્થ - આ મારા ચરણ પણ કૃતકૃત્ય થઈ ગયા છે અને આપના સમીપે લાવ્યા. નયન પણ પ્રભુદર્શનથી સફળ થયા તથા કર એટલે હાથ પણ પ્રભુ સેવામાં આવવાથી સફળતાને પામ્યા. ૭ળા ઝીલે કર્ણ જે ધ્વનિ દિવ્ય તે ઘન્ય ઘન્ય! અતિ ગણવા રે, વાણી સુણી સદા વખાણે પ્રશસ્ત તે પણ ભણવા રે. પરો અર્થ - જે કર્ણ એટલે કાન આપની દિવ્ય ધ્વનિને ઝીલે તેને અત્યંત ઘન્ય ઘન્ય ગણવા યોગ્ય છે. તથા આપની વાણી સુણીને જે તેના સદા વખાણ કરે તે ભાવોને પણ પ્રશસ્ત એટલે શુભ કહેવા યોગ્ય છે. ભગવાનની વાણી એ જ સરસ્વતી છે. ૭૮. નામ રટે તુજ તે જીંભ સાચી, તુજ સન્મુખ મુખ સાચું રે, કૃતકૃત્ય મન તે હું માનું, જે તુજ પદ-કજ રાચ્યું રે. પરો. અર્થ – હે પ્રભુ! તારું નામ રટે તે જ જીભ સાચી. તારા સન્મુખ જેની દ્રષ્ટિ છે તે મુખ પણ સાચું. હું તે મનને જ કૃતકૃત્ય માનું કે જે તારા ચરણકમળમાં સદા તલ્લીન રહે છે. I૭૯ના તમને ધ્યાવે તે જ યોગ છે, કવિ જે સ્તવતા તમને રે, સૂર ખરા જે ભક્તિ-રાગી, શિર જે ઝુકે નમને રે. પરો. અર્થ - તમારું જે ધ્યાન કરે તે જ સાચો યોગી. જે તમારી સ્તવના કરે તે જ સાચો કવિ. ખરા દેવતાઓ પણ તે જ કે જે આપના પ્રત્યે ભક્તિ-રાગી છે તથા જેમના શિર આપના ચરણમાં નમન અર્થે ઝૂકે છે. ૮૦ના તુજ વચનો માને તે મુનિ, નમસ્કાર તે સહુને રે, તુજ શરણે જીવે તે જીવો, વરશે મુક્તિ-વહુને રે.” પરો. અર્થ - તારા વચનોને સંપૂર્ણપણે માની જે જીવન જીવે તે જ મુનિ. તે સહુ સાઘકોને મારા નમસ્કાર હો. તારું શરણ સ્વીકારી તારી આજ્ઞાનુસાર જે જીવન જીવે છે તે અવશ્ય મુક્તિરૂપી સ્ત્રીને પામશે. I૮૧ાા. નમસ્કાર કરી ઇન્દ્ર સમીપે જઈ નરેન્દ્ર બિરાજે રે, ઋષભ જિનેશ્વર કરુણા કરીને વધતા જગજન કાજે રે પરો. અર્થ – ઉપર પ્રમાણે પ્રભુની સ્તુતિ કર્યા પછી નમસ્કાર કરીને નરોમાં ઇન્દ્ર સમાન ભરત ચક્રવર્તી ઇન્દ્ર પાસે જઈ બિરાજમાન થયા. ત્યારબાદ શ્રી ત્રઋષભ જિનેશ્વર પ્રભુ કરુણા કરીને હવે જગત જીવોના કલ્યાણ અર્થે દેશના આપવા લાગ્યા. ૮રા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy