________________
૫૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - પ્રભુના અતિશયથી સર્વ જીવો કષાય શમાવી, જાતિવેરને ભૂલી જઈ, શાંતિ હૃદયમાં ઘારી સર્વ સમવસરણમાં બેઠા છે. હરણ અને સિંહ, નકુલ એટલે નોળિયો અને સાપ, બઘા એક બીજાનો ભય તજી સાથે જ બેઠા છે. II૬૯યા.
ભરત ભૂપને મળે સામટા સમાચાર ઉત્સવના રે -
કેવળજ્ઞાન પિતા પામ્યાના, ચક્ર-પુત્ર-પ્રસવના રે. પરો. અર્થ :– ભરતરાજાને ઉત્સવના બઘા સામટા સમાચાર મળે છે. ૧. તો પિતા શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પામ્યાના, ૨. ચક્રરત્ન ઉત્પન્ન થયાના તથા ૩. પુત્ર જન્મના સમાચાર સાથે મળ્યા. ૭૦ના
પ્રથમ મહોત્સવ શાનો કરવો? તે માટે વિચારે રે,
ઘર્મ-કર્મથી સૌ સંપત્તિ, ચક્રાદિક પ્રકારે રે. પરો. અર્થ - હવે પ્રથમ મહોત્સવ શાનો કરવો? કેવલજ્ઞાનનો, ચક્રનો કે પુત્ર જન્મનો. તે માટે વિચાર કરતાં જણાયું કે થર્મકાર્યથી જ સર્વ ચક્રાદિ સંપત્તિ મળે છે. માટે પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનનો જ મહોત્સવ કરવો યોગ્ય છે. I૭૧ાા
પુત્ર-કલત્રે ઘર્મ ભેંલે તે, તરુ છેદી ફળ ખાતા રે,
મોહ-બળે વિચાર ઊગે ના, ભજવા પ્રભુ પ્રખ્યાતા રે. પરો. અર્થ - કલત્ર એટલે સ્ત્રી પુત્રાદિ નિમિત્તે જે ઘર્મને ભૂલે તે વૃક્ષને છેદી નાખી ફળ ખાવા જેવું કરે છે. મોહના બળથી જીવને સવિચાર ઊગતા નથી. પણ સૌ પ્રથમ જગત પ્રસિદ્ધ એવા પ્રભુને જ ભજવા જોઈએ. I૭રા
અયોધ્યાવાસી સર્વ જનો સહ ભરત ગયા પ્રભુ પાસે રે,
સમવસરણ-જીવ-જલજ રવિ-પ્રભુ નીરખે સૌ ઉલ્લાસે રે. પરો. અર્થ - અયોધ્યાવાસી સર્વ જનો સાથે ભરત રાજા પ્રભુ પાસે ગયા. ત્યાં સમવસરણરૂપી સરોવરમાં બેસી, જીવરૂપી જલજ એટલે કમળો, પ્રભુરૂપી સૂર્યને ઉલ્લાસથી નીરખવા લાગ્યા. ૭૩ના
શશ સમ છત્ર ત્રણ શિર શોભે, સેવે પદ ઇન્દ્રાણી રે,
ચોસઠ ચમર ઇન્દ્રગણ વીંઝે, ઋદ્ધિ ન જાય વખાણી રે. પરો. અર્થ - ચંદ્રમા સમાન ત્રણ છત્ર પ્રભુના શિર ઉપર શોભે છે. ઇન્દ્રાણી પ્રભુના ચરણકમળને સેવે છે. ચોસઠ ઇન્દ્રો પ્રભુને ચામર વીંઝે છે. એવી પ્રભુની અદ્ભુત ઋદ્ધિના વખાણ થઈ શકે એમ નથી. II૭૪ો.
દઈ પ્રદક્ષિણા ભરત ભૂપ તો વંદન કરીને સ્તવતા રે:
“અહોભાગ્ય અમારાં કે પ્રભુ, રહ્યા આજ લગી જીંવતા રે. પરો. અર્થ - પ્રભુને પ્રદક્ષિણા દઈ ભરત રાજા તો વંદન કરી પ્રભુના ગુણોની સ્તવના કરવા લાગ્યા કે અહોભાગ્ય અમારા કે પ્રભુ આજ લગી જીવતા રહ્યા છે. II૭પણા
જાણે આજે સિદ્ધ થયો હું, પરમાનંદ ન માતો રે, નિરુપમરૂપે તમને દીઠા, સફળ કંઠ ગુણ ગાતો રે. પરો.