________________
૫ ૩ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પુરિમતાલ પુરના ઉદ્યાને નિર્મલ, વિશાલ શિલા રે
વડ નીચે દેખી પ્રભુ બેઠા, રચી ધ્યાનની લીલા રે-પરો અર્થ - પ્રભુ હવે અયોધ્યાના પુરિમતાલ નામના શાખાનગર એટલે પરામાં નંદનવન જેવા નિર્મળ ઉદ્યાનમાં વડ નીચે વિશાલ શિલા દેખી તેના ઉપર કાઉસગ્ગ ધ્યાનમાં વિરાજમાન થયા. પળા
સંસારે સુખ અલ્પ ન લેખે, દુઃખ દીસે સુખ-શો રે,
અલંકાર તનુ-ભાર, ખરેખર ! ગાયન રુદન-વિશેષો રે. પરો. અર્થ - પ્રભુને સંસારમાં સુખ અલ્પ પણ જણાતું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જણાય છે. સુખના વેષમાં પ્રભુને બધું દુઃખ દેખાય છે. ઉકળતા પાણીની જેમ ત્રણેય લોક ત્રિવિઘ તાપથી પ્રજવલ્લિત ભાસે છે. આભૂષણો શરીર ઉપર ભાર જણાય છે. ખરેખર! સંસારી જીવોના મોહગર્ભિત ગાયનો પ્રભુને, રડીને દુઃખ વ્યક્ત કરવાનો એક વિશેષ પ્રકાર જણાય છે. પટા.
દેહ-ઘસારો કામ-વિકારો, જન્મ-મરણના હેતું રે;
ગર્ભાવાસ ટળે જે ભાવે તે જ મોક્ષસુખ-કેતું રે. પરો. અર્થ :- કામ વિકારો પોતાના દેહનો ઘસારો કરાવનારા છે. જેમ કુતરું હાડકું ચાવે ત્યારે પોતાના મોઢામાંથી લોહી નીકળે, તેના જેવા ભોગો છે. તે ભોગોને ભોગવતાં વિશેષ આસક્તિ થવાથી નવા જન્મમરણ ઊભા કરવાના કારણ છે. પણ જે ભાવવડે ગર્ભાવસ ટળે તે ભાવ જ મોક્ષસુખના કેતુ એટલે નિશાનરૂપ છે. આપણા
કર્મરહિત નિરંજન-આત્મા, સિદ્ધ સમાન વિચારે રે,
સમ્યભાવે મોક્ષ-ઉપાયે અપ્રમત્ત મન ઘારે રે. પરો. અર્થ :- પછી પ્રભુ કર્મરહિત નિરંજન આત્માને સિદ્ધ સમાન વિચારે છે. એમ સમ્યભાવોવડે મોક્ષનો ઉપાય વિચારતાં પ્રભુ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકમાં મનને સ્થિર કરે છે. (૬૦ાા
મોહ-ક્ષય કરી, ઘાતી કર્મ સૌ, ક્ષણમાં ક્ષય જ્યાં કરતા રે,
લોક-અલોક-પ્રકાશક રવિ સમ, જ્ઞાન પરમ તે વરતા રે. પરો. અર્થ – હવે શ્રેણી ચઢવારૂપ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આરૂઢ થઈ પૃથક્વવિતર્કસવીચાર નામના શુક્લધ્યાનના પહેલા પાયાને પામ્યા. ત્યારબાદ અનિવૃત્તિ બાદર નામના નવમાં ગુણસ્થાનકમાં આવી વેદોદયનો ક્ષય કર્યો. પછી દશમાં સૂક્ષ્મસાપરાય ગુણસ્થાનકને પામી ત્યાં રહેલા અત્યંત સૂક્ષ્મ સંજવલન લોભ કષાયને ક્ષણવારમાં હણી એકત્વવિતર્કઅવીચાર નામના શુક્લધ્યાનના બીજા પાયાને પામ્યા. જેથી ક્ષણવારમાં મોહનીયકર્મનો ક્ષય કરી સીથા બારમા ક્ષીણમોહગુણસ્થાનકમાં આવ્યા. આ ગુણસ્થાનકના અંતમાં ક્ષણવારમાં બીજા ઘાતીયાકર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો જ્યાં ક્ષય કર્યો કે સૂર્ય સમાન લોકાલોક પ્રકાશક એવા ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પ્રભુ પામ્યા. I૬૧ાા.
ઇન્દ્રાસન કંપે સ્વર્ગે પણ, સુરત-શાખા નાચે રે,
જાણે હર્ષે વર્ષે પુષ્પો, ગગન પુરાય અવાજે રે. પરો. અર્થ :- પ્રભુને કેવળજ્ઞાન થવાથી સર્વ ઇન્દ્રોના આસન કંપાયમાન થયા. કલ્પવૃક્ષની શાખાઓ