________________
(૧૦૩) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૫
૫ ૨૭
પણ સ્તુતિ કરીને ઘન્યવાદ આપી પંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. ૩૮.
અક્ષયતૃતીયા દાન-દિન તે, હજીં પણ મંગલકારી રે,
પ્રભુ વિહાર કરી ગયા બીજે પુર, કુમાર-કીર્તિ વઘારી રે. પરો. અર્થ - વૈશાખ માસની શુક્લ ત્રીજના દિવસે આપેલ દાનથી તે દિવસ અક્ષય થઈ ગયો. આજે પણ અક્ષયતૃતીયા તે દાનનો દિવસ હોવાથી મંગલકારી ગણાય છે. પ્રભુ પણ શ્રેયાંસકુમારની કીર્તિને વઘારી બીજા સ્થાને વિહાર કરી ગયા. ૩૯થા
તક્ષશિલા બાહુબલિ-નગરી, આવ્યા સાયંકાળે રે,
ખબર કરી બાહુબલિ નૃપને તુરત બાગ-રખવાળે રે. પરો. અર્થ :- તક્ષશિલા એ બાહુબલિની નગરી છે. ત્યાં સાયંકાળે પ્રભુ આવી પહોંચ્યા. તેની ખબર બાગના રખવાળે તુરંત બાહુબલિ રાજાને કરી. ૪૦||
પ્રજાજનો સહ જવા પ્રભાતે ઠાઠ-માઠથી ઘારે રે,
પ્રભુ પ્રભાતે વિહાર કરીને બીજે ગામ પઘારે રે. પરો. અર્થ - શ્રી બાહુબલિ પ્રભુને વાંચવા માટે પ્રભાતે પ્રજાજનો સહિત ઠાઠમાઠથી જવા ઘારે છે. તેટલામાં તો પ્રભુ પ્રભાતે વિહાર કરીને વાયુની પેઠે બીજે ગામ વિહાર કરી ગયા. In૪૧ના
પ્રજા સહિત ઉત્સાહ આવે, ઉજ્જડ બાગ નિહાળે રે,
માળી બતાવે પ્રભુના પગલાં, શુભ લક્ષણ સહ ભાળે રે. પરો. અર્થ :- પ્રજા સહિત બાહુબલિ ઉત્સાહપૂર્વક પ્રભુને વાંદવા આવ્યા ત્યારે બાગને પ્રભુ વગર ઉજ્જડ નિહાળ્યો. માળીએ પ્રભુના પગલાં બતાવ્યા ત્યારે પ્રભુના શુભ લક્ષણો સહિત તે ચરણકમળને ભક્તિ સહિત તે જોવા લાગ્યા. II૪રા
વિરહ-વેદના કહી ન જાતી, પોક મૂંકીને રૂએ રે,
પ્રભુ-વિરહની દિશા બતાવી, ઊંચે ચઢીને જાએ રે. પરો. અર્થ :- બાહુબલિની અંતર વિરહવેદનાને તેઓ કહી ન શકતા પોક મૂકીને રડવા લાગ્યા. પ્રભુના વિહાર કર્યાની દિશા તેમને બતાવી તો ઊંચે ચઢીને જોવા લાગ્યા. કે જાણે પ્રભુ ક્યાં સુધી પહોંચ્યા છે. એવી પ્રભુપ્રત્યે તેમની અત્યંત ભક્તિ હતી. ૪૩ાા.
નાખી નજર ના ક્યાંયે પહોંચે, શોક સમાય ના ઉરે રે,
મંત્રી આદિ દે આશ્વાસન : “પ્રભુ ઉરે, નહિ દૂરે રે; પરો. અર્થ - દૂર નાખેલી નજર પણ પ્રભુને જોઈ શકી નહીં. પ્રભુ તો ઘણા દૂર ચાલ્યા ગયા હતા. તેથી તેમનો શોક હૃદયમાં સમાતો નહોતો. ત્યારે મુખ્યમંત્રી આદિએ આશ્વાસન આપતાં કહ્યું : પ્રભુ તો આપના હૃદયમાં છે, ક્યાંય દૂર નથી. ૪૪
પ્રભુનાં પગલાં ઉપર સ્મારક સુંદર આપ રચાવો રે,
નિત્યપૂંજાનું સ્થાનક કરીને, ભક્તિ ભાવ જમાવો રે.” પરો. અર્થ :- પ્રભુના પડેલ પગલા ઉપર એક સુંદર સ્મારકની રચના કરો. નિત્યપૂજાનું સ્થાનક બનાવી