________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૧૫
આસ્રવધારો વાસતાં જી, નવાં ન આવે કર્મ,
જૂનાં જાય તપાદિથી જી, પ્રગટે આત્મિક ઘર્મ. જીંવ, જોને. અર્થ - મિથ્યાત્વ અવિરતિ આદિ પાંચેય આસ્રવના દ્વારોને બંઘ કરતાં નવા કર્મ આવી શકે નહીં. તથા જૂના બંઘાયેલા કમોંને બાર પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર તપોવડે જો ખપાવી દે તો આત્માનો ક્ષમાદિ દશ લક્ષણરૂપ ઘર્મ પ્રગટ થઈ શાશ્વત સુખશાંતિ પ્રાપ્ત થાય. ૭૨ા.
(૧૦) નિર્જરાભાવના યથાકાળ ફળ પાકતાં જી, પકવે કરી ઉપાય,
તેમ નિર્જરા ઉદયે જી, ઉદીરણા પણ થાય. જીંવ, જોને. અર્થ :- જે કમ યથાકાળ એટલે તેનો સમય પાક્ય ઉદયમાં આવી ખરી જાય તેને નિર્જરા તત્ત્વ કહે છે. જેમ કોઈ કર્મની એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ પડે તો તેને પાકતા સો વર્ષ લાગે છે તેને અબાઘાકાળ કહે છે. ત્યારપછી તે ઉદયમાં આવે છે. પણ તે કમને ઉદયમાં આવતા પહેલા જ બાર પ્રકારના તપવડે ખપાવી દેવા તે કર્મોની ઉદીરણા કરી કહેવાય છે. જેમ એક કેરી ઝાડ પર જ પાકતા વાર લાગે, પણ તે જ કરીને સાખ પડ્યા પછી તોડીને પરાળમાં રાખી જલદી ગરમી આપીને પકાવવી તેના સમાન કર્મોની ઉદીરણા પણ થઈ શકે છે. II૭૩યા.
સકામ-અકામ નિર્જરા જી વળી બે ભેદો મુખ્ય,
જનાવરો, વૃક્ષાદિ જે જી, સહે પરાણે દુઃખ- જીંવ, જોને અર્થ - કર્મોની નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે ઇચ્છાપૂર્વક કર્મોની ઉદીરણા કરીને ખપાવવા તે અને બીજી અકામ નિર્જરા એટલે જે સહજ રીતે કર્મ પાળે સર્વ જીવોને ઉદયમાં આવે છે તે. જેમ કે જનાવરો કે વૃક્ષાદિ એકેન્દ્રિય જીવો કર્મના ઉદયમાં પરાણે દુઃખ ભોગવે છે; અર્થાત્ પરાધીન અવસ્થા હોવાથી ઘણું દુઃખ ભોગવે છે. II૭૪
અકામ કર્યો એ નિર્જરા જી; બીજી કરે મુનિરાય
જ્ઞાન અને વૈરાગ્યથી જ સંવર સહિત થાય. જીંવ, જોને૦ અર્થ :- આ એકેન્દ્રિયાદિ જીવોની નિર્જરાને અકામ નિર્જરા કહી છે. બીજી સકામ નિર્જરા તે મુનિવરોને સમ્યકજ્ઞાન અને વૈરાગ્યના બળે નવીન કર્મોના સંવર સહિત થાય છે. ||૭પના
તપ-અગ્નિમાં તાવતા જી, જીવ-સુવર્ણ અશુદ્ધ,
શરીર-કુલડી સોનીની જી, શ્વાસ-ફૂંકે પ્રબુદ્ધ. જીંવ, જોને અર્થ - મુનિવરો, જીવરૂપી અશુદ્ધ સુવર્ણને બાર પ્રકારના તારૂપી અગ્નિમાં તાવીને શુદ્ધ કરે છે. શરીરરૂપી સોનીની કુલડીમાં જીવરૂપી સુવર્ણને રાખી શ્વાસ લેવારૂપ ફૂંકીવડે તે પ્રબુદ્ધ એટલે જ્ઞાની પુરુષો આત્માને શુદ્ધ કરે છે. II૭૬ાા.
મન-ગજ તો જ્ઞાનાંકુશે જી કુપંથથી રોકાય, વ્રત-વૃક્ષો ઉખેડશે જી, જો તે વશ નહિ થાય. છંવ, જોને.