SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ (૮) આસ્રવભાવના જીંવ ઇન્દ્રિય અને મને જી, વર્તે વિભાવ-યુક્ત, આસ્રવ કર્મ તણો થતો જી, આત્મિક વીર્ય-પ્રયુક્ત. જીંવ, જોને અર્થ :- જ્યારે આત્મા ઇન્દ્રિયો અને મનવડે રાગદ્વેષાદિ વિભાવભાવોમાં પ્રવર્તે છે ત્યારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ નવીન કર્મોનો જીવ આસ્રવ કરે છે. તે કર્મ આઠ પ્રકારના છે. તે નીચે પ્રમાણે છે : ||પશા મૂર્તિ પર પડદા સમાં જી, “જ્ઞાનાવરણીય કર્મ, પાંચ ભેદથી રોકતાં જી જ્ઞાન, જીવનો ઘર્મ. જીંવ, જોને અર્થ :- આંખે જોવાની શક્તિ હોવા છતાં આંખે પાટા બાંધ્યા હોય અથવા મૂર્તિ ઉપર કપડું ઢાંક્યું હોય તો મૂર્તિનું સ્વરૂપ જણાય નહીં; તેમ જ્ઞાનાવરણીયકર્મ તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ ગુણો ઉપર પાંચ પ્રકારે આવરણ લાવે છે. આત્માનો મુખ્ય ઘર્મ જ્ઞાનગુણ હોવા છતાં તે આ કર્મથી અવરાય છે અને નવીન કર્મનો આસ્રવ કરે છે. પિટા દર્શન ગુણને રોકતા જી, કર્મ-ભેદ નવ દેખ, રાજ-દર્શને રોકતા જી દ્વારપાળ સમ લેખ. જીંવ, જોને અર્થ - બીજું દર્શનાવરણીયકર્મ તે આત્માના દર્શનગુણને રોકે છે. આ કર્મના નવ ભેદ છે. ચક્ષદર્શનાવરણીય, અચક્ષદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવલદર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા તથા થીણદ્ધી. આ કર્મ દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શને આવતા વ્યક્તિને રોકી રાખે તેમ આ કર્મ આત્માના અનંત દર્શનગુણને રોકી રાખે છે. અને નવીન કમનો આસ્રવ કરાવે છે. પલા. મધુ-લિસ તરવાર જો જી, વેદનીનું દૃષ્ટાંત, સુખ-દુખ બે ભેદે ભણે છે, મીઠાશ ને જીંભાત. જીંવ, જોને. અર્થ - ત્રીજું વેદનીયકર્મ મઘથી ખરડાયેલી તરવાર જેવું છે. આ કર્મના શાતા અશાતારૂપે બે ભેદ છે. જેમ તરવાર ઉપર રહેલ મઘને ચાટવાથી ક્ષણિક મઘની મીઠાશ આવતાં સુખ ભાસે છે અને જીભ કપાઈ જવાથી દુઃખનો અનુભવ થાય છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે તથા નવીન કર્મબંધનો આસ્રવ કરાવે છે. ૬૦ના અઠ્ઠાવીસ ભેદે ભણે છે, મદ્ય સમ મોહનીય, બેડી સમ “આયુષ્ય છે જી, ગતિભેદે મનનીય. જીંવ, જોને. અર્થ - ચોથું કર્મ મોહનીય છે. તેના કુલ અઠ્ઠાવીસ ભેદ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય સમકિત મોહનીય તથા અનંતાનુબંધી વગેરે સોળ કષાય અને નવ નોકષાય. એ કર્મ મદ્ય એટલે દારૂ જેવું છે. જે માણસને ઉન્મત્ત, વિવેકરહિત બનાવે છે. આ કર્મનો દર્શનમોહ એટલે મિથ્યાત્વમોહનીયનો ભેદ આત્માના સમ્યગ્દર્શન ગુણને રોકે છે; અર્થાત્ સત્યતત્ત્વમાં શ્રદ્ધા કરવા દેતો નથી. તથા ચારિત્રમોહનીય કર્મ આત્માના ચારિત્રગુણને રોકે છે, અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા કરવા દેતું નથી; અને નવીન કર્મનો
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy