SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫ ૦ ૫ વનમાં ભીલ એ એકલો જી, સ્વર્ગે સુર પણ એક, પુણ્યહીન પીડા ખમે જી, સ્થલ-જલ-નભચર છેક. છંવ, જોને અર્થ :- આ જીવ સ્વક વનમાં એકલો ભીલ થાય છે. અથવા પોતે એકલો સ્વર્ગમાં દેવરૂપે અવતરે છે. તેમજ પુણ્યહીન જીવો સ્થલચર, જલચર કે નભચર પ્રાણી બની એકલા જ પીડાને સહન કરે છે. તેમને કોઈ બીજા દુઃખમાં ભાગીદાર થતા નથી. ||૧પણા નરકે નારકી એકલો જી, ત્યાં સંતાપ અમાપ, વૈતરણી, અસિપત્ર ને જી, અતિ શીત ને તાપ. જીંવ, જોને૦ અર્થ :- નરકમાં નારકી બની એકલો દુઃખ ભોગવે છે. ત્યાં અમાપ સંતાપ ઉત્પન્ન કરે એવી વૈતરણી નદી કે અસિપત્ર એટલે તલવાર જેવા જ્યાં પાંદડાઓ છે. તેમજ અત્યંત ઠંડી અને તાપનું વાતાવરણ નરકમાં સદૈવ રહેલું છે. ૧૬ાા. ભવ-કાદવમાં એકલો જી, રતિસુખ-પંકજ-લીન ભમરા સમ, કે મોક્ષમાં જ એક સુખી સ્વાથીન. જીંવ, જોને. અર્થ - સંસારરૂપી કાદવમાં જીવ એકલો જ ખુંચેલો છે. તથા રતિસુખ એટલે કામક્રીડારૂપી કમળમાં ભમરા સમાન લીન બનેલો પણ સ્વયં છે. અથવા પુરુષાર્થ કરી મોક્ષના શાશ્વત સ્વાધીન સુખને મેળવનાર પણ પોતે જ છે. એમ એત્વભાવનાને વિચારી વિવેકી પુરુષો મોક્ષ મેળવવાના પુરુષાર્થમાં પ્રયત્નશીલ રહે છે. ||૧૭શા (૪) અન્યત્વભાવના સકલ લોકમાં એકલો જી, માનો સૌથી ભિન્ન, જીવ ભિન્ન પરમાણુથી જી, પિંડથી પણ ન અભિન્ન. જીંવ, જોને. અર્થ :- આ સર્વ લોકમાં હું એકલો છું. હું સર્વથી ભિન્ન એટલે જુદો છું. મારો આત્મા પુદ્ગલ પરમાણુથી ભિન્ન છે, આ પુગલનું બનેલ પિંડરૂપ શરીર પણ મારું નથી. “હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૯૨) I/૧૮ના પાપ-પૂણ્યથી ભિન્ન છે જ. ભિન્ન જ કર્મ-વિપાક, પત્નીથી પણ ભિન્ન છે જી, ભિન્ન અન્ન ને શાક. છંવ, જોને. અર્થ - મૂળસ્વરૂપે હું પાપ પુણ્યથી ભિન્ન છું. કર્મના વિપાક એટલે ફળથી ભિન્ન છું. પત્ની પણ મારાથી ભિન્ન છે. પૃથ્વીથી ઉત્પન્ન થતાં અન્ન અને શાક પણ મારા નથી; તેથી હું સર્વથા ભિન્ન છું. I/૧૯ો. જીવ ભિન્ન સુત-મિત્રથી જી, મારાં કહે અબુંઘ, સર્વે ત્યાગી ચાલશે જ, ભલે નરેન્દ્ર, વિબુઘ. જીંવ, જોને અર્થ - મારો આત્મા. પુત્ર અને મિત્રથી ભિન્ન છે. છતાં અજ્ઞાની જીવ તેને મારા માને છે. તે સર્વને ત્યાગી જીવ ચાલ્યો જશે; પછી ભલે તે નરેન્દ્ર એટલે ચક્રવર્તી હોય કે વિબુઘ એટલે જ્ઞાની અથવા વિદ્વાન હોય. આ જગતમાં કોઈ કોઈનું નથી. ૨૦ (6) "
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy