________________
ભેદ વિજ્ઞાન
ભેદ વિજ્ઞાન શું છે?શાનાથી છે? શા માટે છે? હું છું આત્મા અને આ શરીરથી ભેદ પાડવો છે ને હું છું આત્મા અને આ શરીરી સંબંધોથી પણ તો ભેદ જ પાડવો છે ને, ભેદને સમજવો છે ને
યદિ આ શરીર ને શરીરનાં સંબંધોથી પણ હું ભેદ પાડવા નીકળ્યો તો પછી ઘરબાર સંપત્તિ, નામ, કુળ, આયુષ્ય એ તો મારા કોઇ પણ રીતે કોઇ પણ સંજોગોમાં છે જ નહીં
તો પછી મારા અનુભવમાં મારા જ્ઞાનમાં તો છે ને? ક્યાં જતા થોડી રહે છે? હું મારા શરીર સાથે જ તો અનુભવમાં આવું છું, નિંદ્રામાં પણ આ શરીરનો અનુભવ તો સાથે જ ને સાથે છે
જ્ઞાનીઓ કહે છે તારી વાત પણ સાચી છે આ જ તો તારા પોતાનાં જીવતત્ત્વનો ચમત્કાર છે જ્ઞાન, જ્ઞાયક જ સ્વ ને પર બન્ને પ્રકાશી શકે છે જેમ દીવો ઘટ-પટ અને પોતાને પણ પ્રકાશે છે