________________
આ સુખ આપે, આ દુઃખ આપે, બધું ભૂલી, આનંદમાં પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
શું આકુળ, ને શું વ્યાકુળ, પૂરો નિરાકુળ થઇ પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
આ પુણ્ય છે ને આ પાપ, બધું છોડી શુદ્ધતામાં પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
આ જ્ઞાન છે ને આ વિજ્ઞાન, બધું છોડી, જ્ઞાયક ભાવે પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
88