________________
પ્રભુ તુજમય થાજે
પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
કંઈ નથી મારવું, કંઈ નથી તારું, તારું મારું બધું છોડી. પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે,પ્રભુ તુજમય થાજે રે
આ કરવાનું, આ ન કરવાનું, બધું કરતાં કરતાં પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
કંઈ જોઈએ, કંઈ નથી જોઈતું, બધું છોડી, જોતાં જોતાં પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
આ હું જાણું, આ ન જાણું, સ્વને જાણતાં જાણતાં પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
આ શરીર, ને આ સંસાર, તુજને ઓળખતાં ઓળખતાં પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે
આ સાચું, ને આ ખોટું, બધું છોડી જ્ઞાતા દષ્ય થઇ પ્રભુ તુજમય થાજે, તુજમય થાજે, તુજમય થાજે રે, પ્રભુ તુજમય થાજે રે