________________
I
જીનવાણીનો રાગી
હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જીનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું હું દ્વેષી નથી પણ પ્રેમનો તો દરિયો છું જીનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું
પ્રભુ ગૌતમ તારો રાગી હતો એ જ મારે થાવું છે ગૌતમ સાચો શિષ્ય હતો એ જ મારે બનવું છે હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જીનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું
પ્રભુ સંસારમાં કાંઈ મારું નથી હું પણ તારો છું તારી યાદમાં તારી મૂર્તિમાં હું પોતાને શોધું છું હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જીનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું
તારી જ દિવ્યધ્વનિમાં હું શોધી શોધીને તારી સૌમ્ય મૂર્તિમાં પોતાને પામું છું હું રાગી નથી પણ જીનવાણીનો રાગી છું જીનભક્તિમાં પ્રભુ રોમે રોમે રંગાયો છું
81