________________
T
80
ઘડીયાલ
ઘડીયાલમાં કાંટા હોય છે ફૂલ નથી, જેથી લોકો પૂછે છે કેટલા વાગ્યા? એ કાંટા આપણને વાગીને કહે છે કેટલો સમય ગયો, ને કેટલો બચ્યો? હું ત્રિકાળી ઘડીયાલ છું, ફરતો છું, પણ મારામાં કાંટાઓ જ નથી મારામાં તો જે થઈ રહ્યું છે એ જ મારા ફૂલો છે, કાંટા ક્યાં? હું ત્રિકાળી, બધા જ સમયમાં, બધા જ સંજોગોમાં, બધાને જાણતો અનંત ગુણોથી જડિત પોતે જ સુંદર, સુગંધી, ન્યારો ફૂલ છું