________________
ગુરૂકૃપા.
ગુરુની કૃપા ન હોય, ગુરુની વાણી ન હોય તો આ લૌકિક સંસારમાં જ હું ગોથાં ખાયા જ કરું ગોથાં ખાતાં ખાતાં થાકીએ, ત્યાં તો થઇ ગઇ છે સાંજ
ગુરુ વગર લૌકિકમાં અંતે દુઃખ છે, ક્યાં પડે છે ખબર અલૌકિકની કલ્પનામાં જ જીવન થઇ જાય છે પસાર અંત સમયમાં જીવ, દુઃખી ને હતાશ, જુએ છે ચારે કોર
ગુરુનો પ્રેમ ન હોય, અનંત કરુણાથી રોજની પુકાર ન હોય. તો જીવને કેવી રીતે પડે ખબર કે આ સંસારમાં જ તું છો. સંસારથી ભિન્ન તું તારામાં જ પૂર્ણ, અલૌકિક સુખમય છો
ગુરુની વાણીનો રણકાર કાનોમાં ગુંજતો ન હોય તો આ જીવ સ્વાભિમાની, અડોલ, નિર્ભય, કેવી રીતે ને ક્યારે બને ને પોતાનો જ શાશ્વત, ત્રિકાળ સુખમય ને કેમ પામે