________________
ક્રિયાઓ તો દ્રવ્યમાં, પોતાનામાં, પોતાનાથી, પોતાના ઉપાદાનથી થાય છે. તું કેમ બધી વસ્તુઓમાં મારો મારો કરી, રાગ દ્વેષ કરી, પોતાને કર્તા સમજી દુખી થતો જાય છે. આ દ્રવ્યને સમજવાના બદલે તું તો તારા શરીરને તારો સમજી આ બધામાં જ કર્મબંધન વધારતો જાય છે
સમજ તું સમજ તું તો શુદ્ધ સ્વરૂપ, સિદ્ધો જેવો આત્મા છો. અનંત સુખ,વીર્ય, જ્ઞાનનો તું ધણી છો પોતાનામાં, પોતાના જ શુદ્ધ ભાવોનો તું કર્તા છો. તારું સાચું કર્તાપણું સમજ, તો તને સંસારના દુખો. એની ક્ષણિકતા-પરાધીનતા પણ દેખાશે અને તું અવશ્ય એક દી શુદ્ધ, સ્વાધીન, અખંડ સુખને પામશે.