________________
હજી પણ મોટો થાઉં છું, ને દેરાસર, પ્રવચનો નિયમિત સાંભળતો થાઉં છું, એને પણ હું બહુ જ કાળજીથી, ધ્યાનથી કરું છું. એમાં કોઈ પરિવાર જન દ્વિધા આપે તો મારો ગુસ્સો. તો જોવા જેવો. આ બધી જ ક્રિયાઓનો પણ શરીર ને મનથી પ્રસન્ન થઇ, કર્તા થાઉં છું.
આ માર્ચ મહિનાના એક વીકેન્ડમાં મારા અહોભાગ્યથી જ્ઞાની સાથે સમાગમ થયો જ્ઞાનીએ ઉઠાડ્યા, જગાડ્યા, ને કહ્યું, મૂર્ણ તું શું કરે છે? ક્યાં જઈ રહ્યો છે? તને આ સંસારથી મુક્ત થવું છે? તને આ સંસારથી અલગ એવું સ્વાધીન, અખંડ, અવ્યાબાધ સુખ જોઈએ છે?
તો તું સમજ, સમજ કેવી રીતે આ સંસાર ચાલે છે. તું કેવી રીતે દીકરો-દીકરી, વિદ્યાર્થી, પતિ-પત્ની મા-બાપ થઇ આ સંસારમાં લેપાઈ, સારું થાય. તો ખુશ ને ખરાબ થાય તો દુઃખી થઇ, બધાનો કર્તા થઇ, કર્મોનું આવરણ, પોતાના શુદ્ધ સ્વરૂપ પર ચડાવતો જાય છે. શું તું કર્તા થતો જાય છે?