________________
હું આત્મા છું જવું શરીર નથી
હું આત્મા છું જ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી. ભાવોનો ભલે આવે તુફાન, અથવા વહે એના વેગથી હું તો ભાવોથી અલગ, અનેરો, શાંત, હું આત્મા છું જડ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી
કર્મોનાં ઉદયથી જે સંસારિક સુખ દુઃખ થાય છે, એ તો હું નથી ને કર્મોથી પરાધીન નથી. હું આત્મા છું જડ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી
હું તો જ્ઞાનનો પિંડ ને ગુણોથી ભરપૂર એવો શાંત, રસમય, શાશ્વત, આનંદથી વિભોર છું, હું આત્મા છું જ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી.
હું તો કોઈનાં નિમિત્તથી નથી ને કોઈનાં આશરે નથી. હું તો કોઈના કારણે નથી, ને કોઈથી નથી, હું આત્મા છું જ શરીર નથી, વિકારી ભાવોનો મારામાં અંશ નથી.
111